News Continuous Bureau | Mumbai
Charles Darwin: 1809 માં આ દિવસે જન્મેલા ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન એક અંગ્રેજી પ્રકૃતિશાસ્ત્રી, ભૂસ્તરશાસ્ત્રી અને જીવવિજ્ઞાની હતા. ચાર્લ્સની જીવજંતુના સૂક્ષ્મ નિરીક્ષણની તથા નોંધ કરવાની આવડત અદભૂત હતી. અનેક વર્ષો સુધી કામ કર્યા પછી તેમણે નોંધ્યું કે આ પૃથ્વી પર જેટલી પણ પ્રજાતિઓ છે, તે મૂળભૂત રીતે એક જ જાતિની ઉત્પતિ છે. સમય અને સ્થિતિઓની સાથે સાથે તેમણે ખુદમાં ફેરફાર કર્યો અને અલગ-અલગ પ્રજાતિ બની ગઈ. ચાર્લ્સ ડાર્વિનના પુસ્તક ‘ઓન ધ ઓરિજિન ઓફ સ્પિસીઝ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન’ પ્રકાશિત થયું. આ પુસ્તકમાં એક ચેપ્ટર હતું, ‘થિયરી ઓફ ઈવોલ્યુશન’. તેમાં જણાવાયું છે કે કઈ રીતે આપણે વાનરમાંથી માણસ બન્યા?’