News Continuous Bureau | Mumbai
Daler Mehndi : 18 ઓગસ્ટ, 1967ના જન્મેલા, દલેર સિંહ જે દલેર મહેંદી તરીકે વધુ જાણીતા છે. તે એક ભારતીય ગાયક ( indian singer, ) , ગીતકાર, લેખક અને રેકોર્ડ નિર્માતા છે. તેમણે ભાંગડાને વિશ્વભરમાં લોકપ્રિય બનાવવા તેમજ ભારતીય પોપ સંગીતને બોલિવૂડ સંગીતથી ( Bollywood Singer ) સ્વતંત્ર બનાવવામાં મદદ કરી છે. તેઓ છેલ્લા 30 વર્ષથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝમાં એક્ટિવ છે. આજે પણ તેમના ગીતો કોઈપણ પાર્ટી કે મહેફિલોમાં ચાર ચાંદ લગાવે છે. દિગ્ગજ સિંગરના પિતાએ તેનું નામ ‘દલેર’ એક ખૂંખાર ડાકુ ‘દલેર સિંહ’ના નામ પરથી રાખ્યું હતું. આ સાથે જ તે સમયે પરવેઝ મહેંદી જાણીતા સિંગર હોવાથી માતા-પિતાએ દીકરા ‘દલેર’ના નામ સાથે ‘મહેંદી’ પણ જોડી દીધું
