489
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ઇન્દિરા ગાંધીનું પૂરું નામ ‘ઈન્દિરા પ્રિયદર્શિની’ હતું. તેમણીને હુલામણુ નામ પણ મળ્યું જે ‘ઇન્દુ’ હતું, જે ઇન્દિરાનું ટૂંકું સ્વરૂપ હતું. તેમના દાદા પંડિત મોતીલાલ નહેરૂ દ્વારા તેમનું નામ ઈન્દિરા(Indira Gandhi) રાખવામાં આવ્યું હતું. જેનો અર્થ થાય છે કાંતિ, લક્ષ્મી અને શોભા. આ નામ પાછળનું કારણ એ હતું કે, તેમના દાદાને લાગ્યું કે, તેમને મા લક્ષ્મી અને દુર્ગા પૌત્રીના રૂપમાં મળી છે. ઈન્દિરાએ ગુજરાતી પારસી ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા બાદ તેમની અટક ‘ગાંધી’ પડી.
શિક્ષણ માટે ઈંગ્લેન્ડ ગયા
ઇન્દિરાને બાળપણમાં પણ સ્થિર પારિવારિક જીવનનો અનુભવ ન હતો. આ કારણ હતું કે, વર્ષ 1936માં 18 વર્ષની વયે તેમની માતા શ્રીમતી કમલા નહેરુ લાંબા સંઘર્ષ પછી ક્ષય રોગથી મૃત્યુ પામ્યા હતા અને પિતા હંમેશા સ્વતંત્રતા ચળવળ(freedom movement) માં વ્યસ્ત હતા. ઈન્દિરાનું પ્રારંભિક શિક્ષણ તેમના નિવાસસ્થાન આનંદ ભવનમાં થયું હતું. જે બાદમાં તેમણે કવિ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત શાંતિનિકેતનમાં થોડો સમય શિક્ષણ મેળવ્યું હતું. જે બાદ તે ઉચ્ચ શિક્ષણ(Education) માટે ઈંગ્લેન્ડ ગયા હતા, જ્યાં તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને ભારત આવી હતી.
સ્વતંત્રતા ચળવળમાં હતા સક્રિય
ઈન્દિરાજી શરૂઆતથી જ સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય હતા. બાળપણ(childhood)માં તેમણે મહાત્મા ગાંધીની પ્રેરણાથી ‘બાલ ચરખા સંઘ’ની સ્થાપના કરી અને અસહકાર ચળવળ દરમિયાન કોંગ્રેસ પક્ષને મદદ કરવા બાળકોની મદદથી 1930માં ‘વાનર સેના'(Vanarsena) ની રચના કરી હતી. સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લેવા બદલ સપ્ટેમ્બર 1942માં તેમને જેલવાસ કરવામાં આવ્યો હતો.
ફિરોઝ ગાંધી સાથે કર્યા લગ્ન
વર્ષ 1947માં ઇન્દિરાએ ગાંધીજીના માર્ગદર્શન હેઠળ દિલ્હીના રમખાણ પ્રભાવિત વિસ્તારોમાં કામ કર્યું હતું. પંડિત નહેરૂ દેશના પ્રથમ વડાપ્રધાન(First Prime Minister of the country) બન્યા હતા. તેમણે 1950ના દાયકામાં પંડિત નહેરુના સહાયક તરીકે પણ સેવા આપી હતી. લંડનમાં અભ્યાસ દરમિયાન તેઓ ફિરોઝ ગાંધીને મળ્યા હતા. તેમણે 26 માર્ચ, 1942ના રોજ ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રો રાજીવ અને સંજય હતા. તેમના પતિ ફિરોઝ ગાંધીનું વર્ષ 1960માં અવસાન થયું હતું.
છેલ્લુ ભાષણ
ઈન્દિરા ગાંધીની હત્યાના એક દિવસ પહેલા ઓડિશા તેમનું છેલ્લું ભાષણ(last speech) આપતાં જણાવ્યું હતું કે, હું આજે જીવિત છું, કાલે કદાચ દુનિયામાં ન હોઉં, તેમ છતાં હું મારા અંતિમ શ્વાસ સુધી દેશની સેવા કરતી રહીશ અને જ્યારે હું મારા લોહીનું દરેક ટીપું ભારતને શક્તિ આપશે અને અખંડ ભારતને જીવંત રાખશે.
આ સમાચાર પણ વાંચોઃ World Savings Day: શા માટે મનાવવામાં આવે છે વિશ્વ બચત દિવસ? જાણો રોકાણ કરવા માટેના છે અનેક વિકલ્પો