News Continuous Bureau | Mumbai
International Human Solidarity Day : 20 ડિસેમ્બર એટલે ‘આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ’. વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. સંયુકત રાષ્ટ્ર સંઘમાં વર્ષ 2005માં 20 ડિસેમ્બરે ‘આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ’ ની ઉજવણીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. વિશ્વના દેશોમાં વૈશ્વિક એકતાની ભાવના લાવવાના પ્રયાસના ભાગરૂપે દિવસની ઉજવણી કરાય છે. વિકાસ, ગરીબ નાબુદી અને બિમારી ઓ સામેની લડતમાં વૈશ્વિક એકતા ઉભી કરવાનો ઉદ્દેશ પણ ‘આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ’ ઉજવવાો છે. મહત્વનું છે કે ભારતીય સંસ્કૃતિમાં ‘વસુધૈવ કુટુમ્બકમ’ ની ભાવના પ્રાચીનકાળ થી ચાલી રહી છે. ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી 31 ઓકટોબરે સરદાર પટેલની જન્મજયંતિ પર કરવામાં આવે છે.
આ પણ વાંચો : Kasturbhai Lalbhai: 19 ડિસેમ્બર 1894 ના જન્મેલા કસ્તુરભાઈ લાલભાઈ એક ભારતીય ઉદ્યોગપતિ અને પરોપકારી હતા.