Mangal Pandey: મંગલ પાંડેએ આઝાદીની ચળવળની શરુઆત કરી હતી, તેમની હિંમત જોઈને અંગ્રેજો પણ ડરી ગયા હતા…જાણો તેમના ભારતીય સ્વતંત્રતા સંગ્રાના યોગદાન વિશે

Mangal Pandey : મંગલ પાંડેની ફાંસી આપ્યા બાદ આખા દેશમાં સ્વતંત્રતા માટે લોકોમાં આક્રોશ વધ્યો અને આ રીતે ભારતનો સ્વતંત્રતા સંગ્રામ શરૂ થયો. આ બળવા પછી જ ભારતમાં આઝાદીની લડાઈએ જોર પકડ્યું અને દેશના ખૂણેખૂણેથી અનેક નાયકો અને વીરાંગનાઓ આઝાદીની લડતમાં પોતાની ભાગીદારી આપવા આગળ આવ્યા.

by Bipin Mewada
Mangal Pandey The 197th birth anniversary of Mangal Pandey, who started the Indian independence war, is being celebrated this year.. Know his interesting life story..

 News Continuous Bureau | Mumbai

Mangal Pandey :  ભારતને ગુલામીની બેડીઓમાંથી મુક્ત કરાવવા માટે આપણા દેશના અનેક વીર સપૂતોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. આઝાદીની લડત માટે ઘણા વર્ષો સુધી લડત ચાલી હતી અને તે પછી 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી ( British slavery ) આઝાદી મળી હતી. ભારતમાં આઝાદીનું પહેલું બ્યુગલ વગાડનાર મંગલ પાંડેએ વર્ષ 1857માં લશ્કરી બળવો (સિપાહી વિદ્રોહ) કર્યો હતો. 

આ પછી, આખા દેશમાં સ્વતંત્રતા ( India Independence ) માટે લોકોમાં આક્રોશ વધ્યો અને આ રીતે ભારતનો સ્વતંત્રતા સંગ્રામ શરૂ થયો. આ બળવા પછી જ ભારતમાં આઝાદીની લડાઈએ ( Freedom fight ) જોર પકડ્યું અને દેશના ખૂણેખૂણેથી અનેક નાયકો અને વીરાંગનાઓ આઝાદીની લડતમાં પોતાની ભાગીદારી આપવા આગળ આવ્યા. 19 જુલાઈ, 1827ના રોજ જન્મેલા મંગલ પાંડેનું જીવન ભલે ખૂબ જ ટૂંકું રહ્યું હોય, પરંતુ તેમની ખ્યાતિ એટલી મોટી છે કે આજે પણ લોકો ખૂબ જ આદર અને સન્માન સાથે સ્વાતંત્ર્ય સેનાનીઓમાં મંગલ પાંડેનું નામ લે છે.

Mangal Pandey : મંગલ પાંડેનો જન્મ ૧૯ જુલાઈ ૧૮૨૭ ના રોજ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના નાગવા ગામમાં થયો હતો…

મંગલ પાંડેનો જન્મ ૧૯ જુલાઈ ૧૮૨૭ ના રોજ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના નાગવા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ દિવાકર પાંડે અને માતાનું નામ અભયરાણી પાંડે હતું. તેમનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. મંગલ પાંડે જ્યારે માત્ર 22 વર્ષના હતા ત્યારે તેમની ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ( East India Company ) સેનામાં પસંદગી થઈ હતી. બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રીની 34 બટાલિયનમાં સામેલ થયેલા મંગલ પાંડેએ પોતાની જ બટાલિયન સામે બળવો કર્યો હતો, જેના કારણે તેમને ફાંસી આપવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો  :  FASTag Rule : વાહન માલિકો થઈ જાવ સાવધાન! જો તમે ટોલ બૂથ પર કરશો આ ભૂલ તો, ફાસ્ટેગ હોવા છતાં તમારે ડબલ ટોલ ચૂકવવો પડશે… જાણો વિગતે..

મગલ પાંડેના આ બળવા પાછળનું કારણ એનફિલ્ડ પી-53 રાઇફલનો ઉપયોગ હતો. વાસ્તવમાં આ રાઈફલનું નિશાન અચૂક માનવામાં આવતું હતું, પરંતુ આ રાઈફલમાં રહેલી ગોળીને ભરવા માટે કારતૂસ દાંતથી ખોલવું પડતું હતું. જો કે લોકોમાં એવી વાત ફેલાઇ રહી હતી કે આ કારતૂસ પર કવરમાં ભૂંડ અને ગાયના માંસનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાત લોકોના ધર્મ પર હુમલો હતો. મંગલ પાંડેએ આનો વિરોધ કર્યો હતો. મંગલ પાંડે સમજી ગયા હતા કે લોકોમાં આઝાદીનો તણખો પ્રગટાવવાની આ જ એક મોટી તક છે. આ બળવા માટે મંગલ પાંડેએ પોતાના સાથીઓને આ અંગે બળવો કરવા જણાવ્યું હતું અને એવું થયું પણ હતું.

29 માર્ચ, 1857ના રોજ મંગલ પાંડેએ પોતાના સિનિયર સાર્જન્ટ મેજર પર ગોળી ચલાવી હતી. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ૮ એપ્રિલ ૧૮૫૭ ના રોજ બેરેકપોર ખાતે તેમને ફાંસી આપવામાં આવી હતી. આ ઘટના બાદ દેશના અન્ય ઘણા સ્થળોએ સૈન્ય વિરોધ શરૂ થયો અને ભારતનો સ્વતંત્રતા સંગ્રામ જોર પકડવા લાગ્યો. માત્ર 29 વર્ષની ઉંમરે શહીદ થયેલા મંગલ પાંડેએ આઝાદીની લડતનો પાયો નાખ્યો હતો, જેના કારણે ભારતને બ્રિટિશ સરકારથી આઝાદી મળી હતી.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More