Teachers Day : આજે છે જ્ઞાનદાતા શિક્ષકોના કર્મયોગી પ્રેરણાપુરૂષ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ, જાણો તેમની શિક્ષકથી રાષ્ટ્રપતિ સુધીની પ્રેરક જીવનયાત્રા..

Teachers Day: ૫મી સપ્ટેમ્બર એટલે જ્ઞાનદાતા શિક્ષકોના કર્મયોગી પ્રેરણાપુરૂષ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સેતુને અતૂટ માનતા હતા ડો.રાધાકૃષ્ણન: શિક્ષકથી રાષ્ટ્રપતિ સુધીની પ્રેરક જીવનયાત્રા

by Hiral Meria
Teachers Day Today is the birthday of Dr. Sarvapalli Radhakrishnan, the inspirational teacher of Gnanadata teachers,

News Continuous Bureau | Mumbai

Teachers Day: કર્મયોગને વાગોળવાનો, સમજવાનો, તેના રસ્તે ચાલવાનો દિવસ એટલે પાંચમી સપ્ટેમ્બર. આ જ આપણી કાયમી પૂંજી છે. આ વૈભવસંપત્તિને ઓળખીએ અને તેને અનુસરીએ તો શિક્ષણની -કેળવણીની મિલકત અનેક ગણી વધી જાય. તે માટે આવો રાધાકૃષ્ણનને ( Dr. Sarvepalli Radhakrishnan ) સમજીએ. 

              શિક્ષણને ( Education ) પોતાનો ધર્મ માનનારા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ ચેન્નઈ (મદ્રાસ) નજીકના યાત્રાધામ તિરૂતની ગામમાં તા.૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ થયો હતો. તેમના પૂર્વજો સર્વપલ્લી નામક ગામના હોવાથી ગામની યાદ કાયમ રહે તે માટે તેમણે ‘સર્વપલ્લી’ નામ ધારણ કર્યું. તેમના પિતા વીરસ્વામી શિક્ષક હતા અને સાથે ગોરપદું પણ કરતા. 

નાનપણથી જ તેઓ શરમાળ, સંકોચશીલ પરંતુ ભારે બહુમુખી પ્રતિભા સંપન્ન હતા. વાંચન અને મનનનો તેમને ભારે શોખ. ખ્રિસ્તી સ્કૂલમાં તેમણે શાળાકીય શિક્ષણ લીધું, મદ્રાસની ક્રિશ્ચયન કોલેજમાંથી ‘દર્શનશાસ્ત્ર’ વિષય સાથે પ્રથમ નંબરે બી.એ. થયા. ‘તત્વજ્ઞાન’ વિષયમાં એમ.એ.ની ડિગ્રી મેળવી અને પ્રેસિડન્સી કોલેજમાં તર્કશાસ્ત્ર (તત્વજ્ઞાન) ના પ્રાધ્યાપક થઈને શિક્ષણકાર્યનો આરંભ કર્યો. એમનો પહેરવેશ લાંબો કોટ અને ધોતિયું અને માથે મદ્રાસી પાઘડી. વિદેશમાં પણ તેઓ ગાંધીજીની જેમ આ ભારતીય પોશાક પહેરતા રાધાકૃષ્ણનનું અંગ્રેજી અને સંસ્કૃત વિષય પર ગજબનું પ્રભુત્વ હતું. અંગ્રેજીમાં એમનું વકતવ્ય સાંભળી સૌ એમ જ માનતા કે તેઓ અમેરિકાની કેમ્બ્રિજ કે ઓકસફર્ડ યુનિમાં ભણ્યા હશે. વર્ગખંડમાં તેમની એવી જાદુઈ અસર થતી કે કોઈ શિષ્ય બેધ્યાન ન બનતો. પોતાના વિનમ્ર અને મિલનસાર સ્વભાવથી તેઓ શિષ્યો તથા સાથી કર્મચારીઓમાં પણ ખૂબ પ્રિય બન્યા હતા. તેઓ ખ્યાતિ અને પ્રસિદ્ધિથી દૂર જ રહેતા ભારતની ઋષિ પરંપરાને નાનપણથી જ આદર આપતા, શિક્ષણને વધુ મહત્વ આપતા. તેઓ મહાત્મા ગાંધીજી અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરના આજીવન અનુયાયી હતા. તેઓ જુદા જુદા પ્રાંતની અને વિદેશની પંદરથીય વધુ ભાષામાં વાતચીત કરી શકતા. વર્ગમાં ટટ્ટાર, મજબૂત બાંધો, ખડતલ, માથે પાઘડી, ભારતીય પોશાકમાં તેઓ જ્યારે અનોખી વાફછટાથી અંગ્રેજીમાં વ્યાખ્યાન આપતા તો સૌ મંત્રમુગ્ધ થઈ જતા. ૧૭ વર્ષ સુધી તેમણે યુનિવર્સિટીઓમાં વ્યાખ્યાનો આપ્યાં.

સને ૧૯૩૧માં તેઓ આંધ્ર યુનિ.માં કુલપતિ થયાં. યુનિવર્સિટીએ તેમની સેવાની કદર કરીને એલ.એસ ડી.ની માનદ ઉપાધિથી તેમને નવાજયાં. હવે પ્રોફેસર રાધાકૃષ્ણન ડૉ. રાધાકૃષ્ણન બન્યા. સને. ૧૯૫૦થી તેઓ ત્રણ વર્ષ રશિયાના એલચી (દૂત) બન્યા.

         તે અરસામાં જ ભારતના ઉપરાષ્ટ્રપતિ ( Indian President ) તરીકે તેમની વરણી થઈ. ૧૯૫૨ થી ૧૯૬૨ સુધી તેમણે એ પદ શોભાવ્યું. ત્યારબાદ ૧૯૬૨ માં દેશના પ્રથમ નાગરિક તરીકેનું બહુમાન તેમને મળ્યું, સૌ પ્રથમ ભારત રત્ન એવોર્ડ મેળવનાર ડો. રાધાકૃષ્ણન હતા. ત્યારબાદ પાંચ વર્ષ તેમણે પોતાની સૂઝબૂઝ અને બુદ્ધિ પ્રતિભાથી રાષ્ટ્રપતિપદ શોભાવ્યું. રાષ્ટ્રપતિ બન્યા પછી પણ આજીવન તેઓ નખશિખ શિક્ષક જ રહ્યા. તેમના કર્તવ્યમાં એક આદર્શ શિક્ષકની સમૃદ્ધિ જ પ્રગટતી. તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે રૂ. ૧૦,૦૦૦ના પગારમાંથી માત્ર ૨૫૦૦ રૂપિયા પગાર જ તેઓ લેતા હતા. આમ તેમણે જીવનભર શિક્ષક ધર્મ અપનાવ્યો હતો. પોતે પોતાનો પરિચય રાષ્ટ્રપતિ તરીકે નહીં, પરંતુ – ‘હું શિક્ષક છું’ એમ કહીને આપતા. ભારતના ત્રણેય વડાપ્રધાનો-જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી અને ઈન્દિરા ગાંધી સાથે તેમણે દેશની અપૂર્વ સેવા કરી. છેવટે આ દિવ્યાત્માનો એપ્રિલ, ૧૯૭૫માં દૈહિકજીવનનો અંત આવ્યો. આમ તેઓ શિક્ષણ ક્ષેત્રની સાથે રાજકીય ક્ષેત્રે પણ સમર્પિત રહ્યા. તેમની એક શિક્ષક થી રાષ્ટ્રપતિ પદ સુધીની જીવનયાત્રા અદ્દભુત હતી. તેઓ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સેતુને અતૂટ માનતા. તેઓ માનતા કે શિક્ષક અને શિષ્ય વચ્ચે આ આદાન પ્રદાનનો, એકબીજાના સ્વીકારની ભાવનાનો અવિરત પ્રવાહ વહેવો જોઈએ. એક વિદ્યાર્થીમાં ઉદારતા, સહાનુભૂતિ, સાહસ અને વીરતાની ભાવનાનો વિકાસ કરવામાં શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે. તે શિષ્યને સત્યધર્મ અને સદગુણોનું આચરણ કરતાં શીખવે છે. તેથી બાળક-વિદ્યાર્થી પણ શોખના આચાર-વિચારનું અનુસરણ કરતાં રહે છે. તેથી શિક્ષકે એવી રીતે શિક્ષણ આપવું જોઈએ કે જ્ઞાન પ્રકાશમાં વિદ્યાર્થી પોતાનું અહમ ઓગાળી મન તથા બુદ્ધિ અને આત્માને પરમાત્મા સાથે એકાકાર કરી દે. 

આ સમાચાર પણ વાંચો:   CR Patil Surat: કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે સુરતમાં આ અભિયાન અંતર્ગત કર્યો જળસંચયના કામોનો શુભારંભ..

    પોતાનો જન્મદિવસ ‘શિક્ષકદિન’ તરીકે ઉજવવાનો તેમનો આશય શિક્ષકને સમાજમાં ગૌરવ અને પ્રતિષ્ઠા અપાવવાનો હતો. આવી ઉદાત્ત ભાવના દાખવીને તેમણે સમગ્ર શિક્ષણ જગતને સામાજિક માભો અને વિરલ પ્રતિષ્ઠા અપાવી અને એક અનોખા ‘પ્રસંગદિન’ ની ભેટ આપી. એક શિક્ષક નાનાં નાનાં ગામડાં સુધી પહોંચી બાળકોના જીવન ઘડતર દ્વારા રાષ્ટ્રઘડતરનું કાર્ય કર્યુ. તેથી જ શિક્ષકોના ગૌરવને વધારવા ‘શિક્ષકદિન’ ઉજવાય છે. શાળાઓમાં આ દિવસની ઉમંગથી ઉજવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ આ દિવસની ઉજવણી હોંશે હોંશે કરવા આતુરતાથી રાહ જુએ છે. શાળા-કોલેજમાં ઉત્સવનું વાતાવરણ સર્જાય છે. વર્ગખંડોને શણગારવામાં આવે છે. કેટલાક વિદ્યાર્થી શિક્ષક બને છે અને શિક્ષણ કાર્ય કરાવે છે.

વિશ્વભરમાં ‘શિક્ષકદિન’ ચીનમાં પહેલી સપ્ટેમ્બરે, યુ.એસ.એમાં મે મહિનાના પ્રથમ મંગળવારે, તાઈવાનમાં ૨૮ સપ્ટેમ્બરે, કોરિયામાં ૧૫મી મેના રોજ, ઈરાનમાં બીજી મે, મલેશિયામાં ૨૪મી નવેમ્બરે અને રશિયામાં પાંચમી ઓકટોબરે તથા થાઈલેન્ડમાં ૧૬મી જાન્યુઆરીએ ઉજવાય છે.

    શિક્ષકદિને મુખ્યમંત્રીશ્રીના હસ્તે આદર્શ શિક્ષકો ‘શ્રેષ્ઠ શિક્ષક’ નો પુરસ્કાર પણ ગ્રહણ કરે છે કે જેઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તેઓના ઉજજવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ અને પ્રવૃત્ત રહે છે.

         ચાલો આપણે આ ‘રાષ્ટ્રગુરુ’ ને એમના જન્મદિને કોટિ કોટિ વંદન કરીએ તથા ભાવાંજલિ આપીએ. “જ્ઞાનથી વધારે બીજું કંઈજ પવિત્ર નથી” આ તેમના જીવનમંત્રને ચરિતાર્થ કરવાનો શિક્ષકદિને સંકલ્પ કરીએ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો:    Gujarat Rain: ભારે વરસાદથી પ્રભાવિત થયેલા નાગરીકોની મદદે આવી ગુજરાત સરકાર, CM ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી આટલા કરોડની કેશડોલ્સ આપવામાં આવી.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More