Rajiv Gandhi : 20 ઓગસ્ટ 1944ના રોજ જન્મેલા, રાજીવ રત્ન ગાંધી એક ભારતીય રાજકારણી ( Indian politician ) હતા જેમણે 1984 થી 1989 સુધી ભારતના છઠ્ઠા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. રાજીવ ગાંધીને દેશના સૌથી યુવા વડાપ્રધાન કહેવામાં આવે છે. તેઓ માત્ર 40 વર્ષની વયે પીએમ ( Prime Minister ) બન્યા હતા. તેમણે તેમની માતા ઈન્દિરા ગાંધીની હત્યા બાદ તરત જ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. 1991માં, ભારત સરકારે ગાંધીજીને મરણોત્તર ભારત રત્નથી નવાજ્યા, જે દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે.