News Continuous Bureau | Mumbai
Bhikaiji Cama : 1861 માં આ દિવસે જન્મેલા, ભીખાયજી રુસ્તમ કામા ભારતીય સ્વતંત્રતા ચળવળના ( Indian independence movement ) અગ્રણી વ્યક્તિઓમાંના એક હતા. શાળાના અભ્યાસ દરમિયાન ભીખાઈજી તેજસ્વી વિદ્યાર્થીની તરીકે વર્ગમાં પ્રથમ આવતા હતા. નાની ઉમરથી જ દેશપ્રેમના બીજ તેના માનમાં રોપાઈ ચૂક્યા હતા. તેમણે વર્ષ 1907માં જર્મનીના સ્ટુટગાર્ડમાં ઇન્ટરનેશનલ સોશિયાલિસ્ટ કોંગ્રેસમાં ભારતનો ઝંડો ( Indian Flag ) ફરકાવ્યો હતો. ભીખાઈજી કામાના આ સાહસની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. શ્યામજી કૃષ્ણ વર્મા અને કામા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા એ ભારતીય ઝંડાને હાલના ભારતીય તિરંગાની આધારશીલા તરીકે પણ જોવામાં આવે છે.
આ પણ વાંચો : Hari Singh : 23 સપ્ટેમ્બર 1895ના જન્મેલા, મહારાજા સર હરિ સિંહ જમ્મુ અને કાશ્મીરના રજવાડાના છેલ્લા શાસક મહારાજા હતા.