Jivraj Narayan Mehta : 1887માં આ દિવસે જન્મેલા જીવરાજ નારાયણ મહેતા ભારતીય રાજકારણી ( Indian politician ) અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ( Gujarat CM ) હતા. તેમણે અગાઉના બરોડા રાજ્યના પ્રથમ “દીવાન” તરીકે અને 1963 થી 1966 દરમિયાન યુનાઇટેડ કિંગડમમાં ભારતીય હાઈ કમિશનર તરીકે પણ સેવા આપી હતી. 2015 થી ભારત સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્રમાં સર્વોચ્ચ પુરસ્કાર જીવરાજ મહેતા એવોર્ડની શરૂઆત થઇ છે.