1.1K
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મણિલાલ હરિદાસ પટેલ ગુજરાતી કવિ(Gujarati poet), નિબંધકાર, નવલકથાકાર, વિવેચક છે. ગુજરાતી સાહિત્યમાં તેમના પ્રદાન બદલ તેઓને ૧૯૯૪-૯૫નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક તથા ૨૦૦૭માં ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક(Suvernchandrak) એનાયત થયેલાં છે.
મણિલાલ પટેલના જીવન વિશે
મણિલાલ પટેલ(Manilal Patel)નો જન્મ ૯ નવેમ્બર ૧૯૪૯ના રોજ લુણાવાડા તાલુકાના ગોલાના પાલ્લામાં અંબાબેન અને હરિદાસને ત્યાં થયો હતો. તેમણે ૧૯૬૭માં એસ.એસ.સી., ૧૯૭૧માં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ., ૧૯૭૩માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ.ની પદવી મેળવી. ૧૯૭૯માં ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ ‘અર્વાચીન કવિતામાં પ્રણયનિરૂપણ’ વિષય પર પીએચ.ડી.ની પદવીઓ મેળવી. ૧૯૭૩ થી ૧૯૮૭ સુધી આર્ટસ-કૉમર્સ કૉલેજ, ઇડરમાં ગુજરાતી( Gujarati)નું અધ્યાપન કાર્ય અને ૧૯૮૭માં સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગ સાથે રીડર તરીકે જોડાયા. બાદમાં તેમણે પ્રાધ્યાપક તરીકે અને વિભાગના અધ્યક્ષ તરીકે પદોન્નતિ મેળવી. ૨૦૧૨માં તેઓ નિવૃત થયા.
મણિલાલ પટેલના વિવેચન ગ્રંથો વિશે
એમના ‘પદ્મ વિનાના દેશમાં’ (૧૯૮૩) અને ‘સાતમી ઋતુ’ (૧૯૮૮) નામક કાવ્યસંગ્રહો(kavyasangrah)માં ઈડરના સ્થળવિશેષના આગવા અસબાબથી અને ઈન્દ્રિયવેદ્ય કલ્પનપ્રભાવથી બંધાતું કવિતાનું પોત આધુનિક પરંપરાને અનુસંધિત રાખીને ચાલે છે.‘તરસઘર’ (૧૯૭૪), ‘ઘેરો’ (૧૯૮૪), ‘કિલ્લો’ (૧૯૮૬) અને ‘અંધારું’ (૧૯૯૦) નામક એમની નવલકથાઓમાં કથાનક અને ભાષા પરત્વેનો કસબ આસ્વાદ્ય છે. ‘અરણ્યોમાં આકાશ ઢોળાય છે’ (૧૯૮૫) એમનો લલિતનિબંધોનો સંગ્રહ છે; એમાં અંગત આપવીતી ક્યાંક સંવેદ્ય બની શકી છે. ‘કવિતાનું શિક્ષણ’ (અન્ય સાથે, ૧૯૭૯) અને ‘જીવનકથા’ (૧૯૮૬) એમના વિવેચનગ્રંથો છે.
કાવ્ય સંગ્રહો
‘પદ્મ વિનાના દેશમાં’ (૧૯૮૩), ‘સાતમી ઋતુ’ (૧૯૮૮),[૩] ‘ડુંગર કોરી ઘર કર્યા’ (૧૯૯૬), ‘પતઝડ’ (૧૯૯૯ હિન્દી) તથા ‘વિચ્છેદ’ (૨૦૦૬) તેમના કાવ્યસંગ્રહો છે.
વાર્તાઓનો સંગ્રહ
‘રાતવાસો’ (૧૯૯૩), ‘લલિતા’ (૧૯૯૫), ‘બાપાનો છેલ્લો કાગળ’ (૨૦૦૧), ‘સદાબહાર વાર્તાચયન’ (૨૦૦૨), ‘અંજળ’ (૨૦૦૪) તથા ‘સુધા અને બીજી વાર્તાઓ’ (૨૦૦૭) તેમના નવલિકા સંગ્રહ છે. ‘મણિલાલ હ. પટેલની વાર્તાસૃષ્ટિ’ (૨૦૦૫) એ તેમની ચૂંટેલી વાર્તાઓનો સંગ્રહ(collection of stories) છે.
આ સમાચાર પણ વાંચોઃ દિવાળીમાં ઓછી સામગ્રીમાં બનાવવો ટેસ્ટી નાળિયેરની બરફી, નોંધી લો રેસિપી