News Continuous Bureau | Mumbai
Rajendra Prasad : 1884 માં આ દિવસે જન્મેલા, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ ( President ) હતા. તેઓ સ્વાતંત્ર સેનાની હતા અને કોંગ્રેસ પક્ષનાં નેતા હતા. તેઓએ ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામ માં આગળ પડતો ભાગ લીધો હતો. તેમણે બંધારણ સભાના પ્રમુખ તરીકે ભારતનાં બંધારણનો ( Indian Constitution ) મુસદ્દો તૈયાર કર્યો હતો. તેઓએ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે સેવા આપી હતી. ભારત સ્વતંત્ર થયા પછી તેઓએ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. બાર વર્ષ પછી 1962માં તેઓએ પોતાનાં હોદ્દા પરથી નિવૃતિની ઘોષણા કરી. તેઓને ભારતનાં સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્નથી વિભુષિત કરવામાં આવ્યા હતા
આ પણ વાંચો : International Day of Persons with Disabilities : આજે છે ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’: જાણો તેનો ઇતિહાસ અને મહત્વ