News Continuous Bureau | Mumbai
Vijayadashami: વિજયાદશમી એ મુખ્ય હિન્દુ તહેવારોમાંનો એક છે, જે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર આસો સુદ દશમને દિવસે ઊજવવામાં આવે છે. જેને `દશેરા’ ( Dussehra ) તરીકે પણ ઓળખવામાં આવે છે. નવલાં નોરતાંની પૂર્ણાહુતિ એટલે દશેરા. આ તહેવાર દશેરા તરીકે પણ ઓળખાય છે. જેને અનિષ્ટ પર સત્યની જીત અને દુષ્ટ શક્તિઓના વિનાશનું પ્રતીક ગણવામાં આવે છે. આ પર્વમાં રાવણ ( Ravan ) ઉપર ભગવાન શ્રી રામના ( Shree Ram ) વિજયની ઉજવણીનો ઉત્સવ મનાવવામાં આવે છે. મહાકાવ્ય રામાયણમાં,ભગવાન રામ અને તેમના સાથીઓ રાવણ સાથે યુદ્ધ કરે છે, જેણે શ્રી રામની પત્ની માતા સીતાનું અપહરણ કર્યું હતું. લાંબા અને ભીષણ યુદ્ધ પછી, શ્રી રામ આખરે રાવણને હરાવે છે અને માતા સીતાને બચાવે છે.
આ પણ વાંચો : Amitabh Bachchan : આજે છે બોલિવૂડના શહેનશાહ BIG Bનો જન્મદિવસ, આ ફિલ્મથી કરી હતી ફિલ્મી કરિયરની શરૂઆત