News Continuous Bureau | Mumbai
UNESCO World Tolerance Day : વિશ્વમાં 16 નવેમ્બર 1945ના રોજ યુનેસ્કોની સ્થાપના કરવામાં આવી હતી. તેનું પુરુ નામ યુનાઇટેડ નેશન્સ એજયુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન ( United Nations Educational Scientific and Cultural Organization ) છે. તેની હેડ ઓફિસ પેરિસ ખાતે આવેલી છે. તેની સ્થાપના પાછળનો હેતુ શિક્ષણ, સંસ્કૃતિ, વિજ્ઞાનના પ્રચાર-પ્રસારના માધ્યમો સાથે આંતરરાષ્ટ્રીય શાંતિ વિકાસ અને તેના સંબંધોને વેગ આપવાનો છે. યુનેસ્કોના 195 દેશો મેમ્બર છે. જયારે 10 એસોસિયેટ સભ્ય છે. સ્થાપના દિવસને વિશ્વ સહિષ્ણુતા દિવસ ( World Tolerance Day ) તરીકે પણ ઉજવાય છે.વૈશ્ર્વિક સ્તરે યુનેસ્કો મુખ્ય પાંચ થીમ આધારીત કાર્ય કરે છે, જેમાં શિક્ષા, પ્રાકૃતિક વિજ્ઞાન, સામાજિક અને માનવ વિજ્ઞાન, સંસ્કૃતિ અને સૂચના તથા સંચાર અન્વયે પૂરી દુનિયામાં કાર્ય કરે છે