910
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દર વર્ષે 10 નવેમ્બરના રોજ “વિશ્વ વિજ્ઞાન દિવસ” (World Science Day)વિશ્વના ઘણા દેશોમાં શાંતિ અને વિકાસ માટે ઉજવવામાં આવે છે. આ અંતર્ગત શાંતિ અને વિકાસ કાર્યમાં વિજ્ઞાનનું યોગદાન જણાવવામાં આવ્યું છે.
વિશ્વ વિજ્ઞાન દિવસનો ઇતિહાસ
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1999માં બુડાપેસ્ટમાં સંયુક્ત રુપે આતંરરાષ્ટ્રીય વિજ્ઞાન પરિષદ(International Science Conference)ના અનુસંધાનમાં આ દિવસની ઉજવણી આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન પરિષદ અને યુનેસ્કો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.આ દિવસની સ્થાપના યુનેસ્કો(UNESCO) દ્વારા સમગ્ર વિશ્વમાં વિજ્ઞાનના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવા માટે કરવામાં આવી હતી.
વિશ્વ વિજ્ઞાન દિવસનો ઉદ્દેશ્ય
શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી શાંતિ અને વિકાસ કાર્યમાં વિજ્ઞાનના યોગદાન વિશે જાગૃતિ લાવવા માટે કરવામાં આવે છે. આ દિવસે, રાષ્ટ્રીય અને અન્ય વિજ્ઞાન પ્રયોગશાળાઓ(Science laboratories), વિજ્ઞાન અકાદમીઓ, શાળાઓ અને કોલેજો અને તાલીમ સંસ્થાઓ જેવી તમામ વિજ્ઞાન સંસ્થાઓમાં વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
જળવાયુ પરિવર્તન અબજો લોકો અને પૃથ્વીના જીવન માટે ગંભીર ખતરો ઉભો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, 2021માં આ તહેવાર ‘આબોહવા માટે તૈયાર સમુદાયો બનાવવા’ના મહત્વને ઉજાગર કરશે.
સાથે ઉજવવામાં આવે છે પરિવહન દિવસ
આ દિવસને ટ્રાન્સપોર્ટ ડે(Transport Day) તરીકે મનાવવાની વાત કરીએ તો રોડ, રેલ, હવાઈ અને જળ વાહનવ્યવહારના વિસ્તરણને વિકાસ સાથે જોડીને જોવામાં આવે છે ત્યારે પર્યાવરણ પર તેની ખરાબ અસરો પણ છુપાયેલી નથી.
આજના દિવસે રજૂ થઇ હતી પહેલી બાઇક
જો કે, 10મી નવેમ્બરના રોજ માત્ર ટ્રાન્સપોર્ટ ડે કે વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવતી નથી, પરંતુ અન્ય કારણોસર પણ 10મી નવેમ્બરનું ઇતિહાસ(History of November 10) માં વિશેષ મહત્વ છે. નોંધનીય છે કે આ દિવસે વિશ્વની પ્રથમ મોટરસાઇકલ રજૂ કરવામાં આવી હતી.