આ વર્ષે, વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી FAO, UNHCR, યુએન રેફ્યુજી એજન્સી અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (World food program) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર, વિશ્વના 150 દેશોમાં બહુવિધ ભાગીદારો અને સરકારો સાથે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
વિશ્વ ખાદ્ય દિવસનું મહત્વ સંયુક્ત રાષ્ટ્રના FAO ની સ્થાપનાની વર્ષગાંઠ નિમિત્તે વિશ્વ ખાદ્ય દિવસ(World food day) ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ વૈશ્વિક ભૂખનો સામનો કરવાનો અને સમગ્ર વિશ્વમાં ભૂખ નાબૂદ કરવાનો પ્રયત્ન કરવાનો છે.
Water is one of the world’s most precious resources.
Yet, its availability & quality are deteriorating at an alarming rate.
On Monday’s #WorldFoodDay, @FAO explains how we can all take water action for the future of food, people and the planet. https://t.co/qFE10jzY2s pic.twitter.com/xj1F3FjpfL
— United Nations (@UN) October 16, 2023
2021ના રિપોર્ટ અનુસાર, એક વેબસાઈટ ખોરાક અને ભૂખ, તેમજ કૃષિ-ખાદ્ય પ્રણાલી વિશે કેટલાક આઘાતજનક આંકડાઓને પ્રકાશિત કરે છે. વિશ્વની લગભગ 40% વસ્તીને તંદુરસ્ત આહાર મળતો નથી. નબળા આહાર અને બેઠાડ જીવનશૈલી(Lifestyle)ને કારણે 2 મિલિયન લોકો મેદસ્વી અથવા વધારે વજન ધરાવે છે. વૈશ્વિક ખાદ્ય પ્રણાલીઓ વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનના 33% થી વધુ માટે જવાબદાર છે. અપૂરતી લણણી, સંભાળ, સંગ્રહને કારણે વિશ્વનો 14% ખોરાક નાશ પામે છે. ટ્રાન્ઝિટ અને 17% ગ્રાહક સ્તરે વેડફાય છે. વિશ્વની કૃષિ-ખાદ્ય પ્રણાલીઓ 1 અબજથી વધુ લોકોને રોજગારી આપે છે જે અન્ય ક્ષેત્ર કરતાં વધુ છે.
આ સમાચાર પણ વાંચોઃ Hema Malini Birthday: વધારે પડતી પતલી હોવાના રિજેક્ટ થઇ હતી હેમા માલિની, પછી આ રીતે બની બોલિવુડની ડ્રિમ ગર્લ