World Photography Day: દર વર્ષે 19 ઓગસ્ટના રોજ વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ ઊજવવામાં આવે છે. આ દિવસે વિશ્વભરના ફોટોગ્રાફરોને ( Photographers ) ફોટો શેર કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. કેમેરા ફોટોગ્રાફીની ( Photography ) શોધથી માનવ માટે યાદગાર ક્ષણોને કાગળમાં સાચવવાનું શક્ય બન્યુ છે. ગ્રીક શબ્દમાંથી આવેલ ફોટો અને ગ્રાફોસ પરથી બનેલ ફોટોગ્રાફી શબ્દ એક કલાને રજુ કરતું સબળ તેમજ આજનું ખૂબ લોકપ્રિય માધ્યમ છે. વર્ષ 1837માં ફ્રાંસમાં ફોટોગ્રાફી દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી.