News Continuous Bureau | Mumbai
World Pneumonia Day : દર વર્ષે 12 નવેમ્બરે વિશ્વ ન્યુમોનિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ન્યુમોનિયા એટલે ફેફસામાં થતું ઈન્ફેક્શન, જે બેક્ટેરિયા, વાઈરસ કે ફુગ દ્વારા થઈ શકે છે. કોરોના પછી ન્યૂમોનિયાનું પ્રમાણ વધ્યું છે. વર્ષ 2009માં પહેલી વખત વિશ્વ ન્યુમોનિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.. ન્યુમોનિયા ( Pneumonia ) એ વિશ્વભરમાં મૃત્યુના સૌથી સામાન્ય કારણો પૈકીનું એક છે. ન્યુમોનિયા એક ગંભીર બીમારી છે, ક્રોનિક રોગો ધરાવતા લોકોમાં મૃત્યુનું કારણ બને છે.