News Continuous Bureau | Mumbai
Waqf: ઇસ્લામના ભારત આવવા સાથે જ ભારતમાં વકફની શરુઆત થઈ હતી પરંતુ આ અંગે કોઈ ઐતિહાસીક સ્પષ્ટતા નથી.
વકફનો અર્થ શું છે…
વકફ અરબી ભાષામાંથી આવેલો શબ્દ છે, જેનો મૂળ ‘વકુફા’ શબ્દથી થયો છે. વકુફાનો અર્થ થાય છે થંભવું, રોકવું. આથી બનેલું વકફ, જેનો અર્થ થાય છે સંરક્ષિત કરવું. ઇસ્લામમાં વકફનો અર્થ તે સંપત્તિથી છે, જે જન-કલ્યાણ માટે હોય. ઇસ્લામના ભારત આવવા સાથે જ વકફની શરૂઆત થઈ. મોહમ્મદ ગોરી અને કુત્બુદ્દીન ઐબકના સમયમાં વકફની સ્થાપના થઈ હતી. મોહમ્મદ ગોરીએ મુલતાનની જામા મસ્જિદ માટે ગામડાંઓ દાનમાં આપ્યા હતા. ફિરોઝ શાહ તુગલકના શાસનકાળમાં (1351 થી 1388) વકફની વ્યવસ્થા વધુ સજ્જ થઈ હતી. ફિરોઝ શાહ તુગલકે દિલ્લીમાં મદ્રસા ફિરોઝશાહી સ્થાપી હતી, જે તે સમયની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાંની એક હતી
આ સમાચાર પણ વાંચો: India Mughal Rule : ભારત છોડીને કેવી રીતે ગયા હતા મુઘલ, જાણો છેલ્લી વાર દિલ્હીમાં કોણે શાસન કર્યું હતું
વકફનો ઉપયોગ
વકફનો ઉપયોગ જન-કલ્યાણ માટે થાય છે. દાનદાતા (વાકિફ) નક્કી કરી શકે છે કે દાનનો ઉપયોગ કેવી રીતે થશે. ઉદાહરણ તરીકે, જો કોઈ દાનદાતા કહે છે કે તેના દાનથી થતી આવક માત્ર અનાથ બાળકો માટે ખર્ચવામાં આવશે, તો તે પ્રમાણે જ કરવામાં આવે છે. વકફની સંપત્તિમાં ઘર, જમીન, મકાન, પંખા, કૂલર, સાયકલ, ટીવી-ફ્રિજ વગેરે પણ સામેલ હોઈ શકે છે, જો તે જનકલ્યાણ માટે દાન કરવામાં આવ્યા હોય.