News Continuous Bureau | Mumbai
World Braille Day : દર વર્ષે 4 જાન્યુઆરીએ, વિશ્વ બ્રેઇલ દિવસ મનાવવામાં આવે છે. બ્રેઈલ પદ્ધતિના શોધક લુઈસ બ્રેઈલની જન્મજયંતિની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. સંદેશાવ્યવહારમાં બ્રેઇલનાં મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ બ્રેઇલ દિવસ મનાવવામાં આવે છે. બ્રેઈલ પદ્ધતિ પ્રજ્ઞાચક્ષુ લોકો માટે વરદાન રૂપ છે. બ્રેઈલ પદ્ધતિની મદદથી તેઓ સામાન્ય દ્રષ્ટિ ધરાવતા લોકોની જેમ વાંચી શકે છે અને અભ્યાસ પણ કરી શકે છે. સમગ્ર વિશ્વના પ્રજ્ઞાચક્ષુ લોકો માટે આશિર્વાદરૂપ બનેલી બ્રેઇલ લિપિ આજે પણ દ્રષ્ટીરહીત લોકોના જીવનમાં પથદર્શકનું કામ કરી રહી છે. દેશના વિવિધ ભાગોમાં એવી અનેકો સંસ્થા કાર્યરત છે જેઓ અંધજનો માટે કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ કરી રહી છે.
આ પણ વાંચો : National Bird Day: 5 જાન્યુઆરીએ, ઇકોસિસ્ટમમાં નાના ટ્વિટ્સના મૂલ્ય વિશે જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી કરવામાં આવે છે.