News Continuous Bureau | Mumbai
World Environment Day 2025: વિશ્વભરમાં પાંચમી જૂનને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોથી પર્યાવરણ પખવાડિયાની ઉજવણી પણ કરવામાં આવી છે. આ વર્ષે ‘વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫’ ની થીમ છે – ‘પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવીએ (Beat the Plastic Pollution)’. વિશ્વભરમાં આ થીમ અંતર્ગત પ્લાસ્ટિકના વપરાશથી પર્યાવરણને થતા નુકસાન સામે લોકોને માહિતગાર કરીને હાનિકારક પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની યજમાની ‘રિપબ્લિક ઓફ કોરિયા’ કરી રહ્યું છે.
રોજિંદા જીવનમાં પ્લાસ્ટિક પ્રદૂષણના સૌથી મોટા વાહકમાંનું એક પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ છે. પ્લાસ્ટિકની થેલીઓએ આપણા રોજિંદા જીવનમાં સ્થાન મેળવી લીધું છે, જે આપણા આરોગ્ય તેમજ પર્યાવરણ માટે જોખમી છે. આ તબક્કે સ્વાભાવિક રીતે એવો સવાલ થાય કે રોજિંદા જીવનના ભાગ સમાન બનેલી પ્લાસ્ટિક બેગ ન વાપરવી હોય તો તેના સ્થાને બીજું શું વાપરી શકાય? તો ચાલો આજે જાણીએ સિંગલ યૂઝ પ્લાસ્ટિક બેગ (પોલી ઇથીલીન અથવા પોલીથીન બેગ્સ)ના એવા વિકલ્પો વિશે જે પર્યાવરણ માટે પણ ફાયદારૂપ છે અને પ્લાસ્ટિક બેગ જેટલા જ ઉપયોગી છે.
1) રિ-યુઝેબલ કોટન બેગ્સ
* બાયોડિગ્રેડેબલ
* રિ-યુઝેબલ (પુનઃ વપરાશ કરી શકાય તેવી)
* નેચરલ અને રિન્યુએબલ સોર્સમાંથી બનાવી શકાય
* પર્યાવરણ માટે લાભદાયી
* ગ્રોસરી, શાકભાજી સહિત ઘરગથ્થુ વપરાશ માટે ઉપયોગી – સ્લીવ સાથેની કોટન બેગ્સ બોટલ, બરણી વગેરેના સંગ્રહ માટે પણ ઉપયોગી
2) પેપર બેગ
* સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ વિકલ્પ
* રિયુઝેબલ અને રિસાયકલેબલ
* કમ્પોસ્ટ તરીકે વાપરી શકાય
* સૌથી સસ્તો વિકલ્પ
* ઇકો ફ્રેન્ડલી
* સ્ટોરેજ માટે સરળ
* અલગ અલગ રંગો અને ડિઝાઈનમાં સરળતાથી બનાવી શકાય
* ગ્રોસરી બેગ, લંચ બેગ, મર્ચંડાઈઝ બેગ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ
3) શણ/જ્યુટ/હેમ્પ બેગ્સ
* સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ
* નેગેટિવ કાર્બન એમિશન
* કિંમતમાં સસ્તી
* સરળતાથી પ્રાપ્ય
* ટકાઉ
* સરળતાથી ડિઝાઈન આપી શકાય
* દરેક ક્ષેત્ર માટે અનુકૂળ અને યોગ્ય
* પોલીપ્રોપિલિન કરતા કડક અને મજબૂત
4) કમ્પોસ્ટેબલ બેગ્સ
* શેરડી, પોટેટો સ્ટાર્ચ, બાયોલોજિકલી સોર્સ્ડ પોલીમર જેવા કુદરતી અને રિન્યુએબલ પદાર્થોમાંથી બનાવવામાં આવે છે.
* કુદરતી ખાતર તરીકે ડિગ્રેડ કરી શકાય છે.
* જમીન માટે લાભદાયી.
* લેન્ડફિલ વેસ્ટ ઘટાડે છે.
આ સમાચાર પણ વાંચો : Western Railway : અમદાવાદ મંડળે એપ્રિલ અને મે 2025 માં વિવિધ ટિકિટ ચેકિંગ અભિયાનો થી પ્રાપ્ત કર્યો રૂ. 6.34 કરોડનો દંડ
5) સિલિકોન બેગ્સ – ખાદ્ય પદાર્થો અને કપડાં માટે
* રિયુઝેબલ બેગ્સ
* સેફ અને ટકાઉં
* એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી
* લીક પ્રૂફ, સરળતાથી સાફ કરી શકાય
* હીટ રેઝિસ્ટંટ
– ફ્રીઝર સેફ
* લાઈટ વેઇટ, કોમ્પેક્ટ, વર્સેટાઈલ
* રસોડાંના વપરાશ માટે યોગ્ય
6) મસ્લીન કલોથ બેગ
* કોસ્ટ ઇફેક્ટીવ
* સસ્ટનેબલ,રિયુઝેબલ
* ગ્રોસરી, શાકભાજી સહિત ઘરગથ્થુ વપરાશ માટે ઉપયોગી
* સરળતાથી ધોઈ શકાય કે સાફ કરી શકાય
7) પોલીપ્રોપિલિન બેગ્સ
* કિંમતમાં સસ્તા
* ડ્યુરેબલ (ટકાઉ)
* રિયુઝેબલ બેગ્સ તરીકે પણ વાપરી શકાય
* કોમન પ્લાસ્ટિકસમાં સૌથી ઓછો કાર્બન ઉત્સર્જન દર
* પોલીથીન બેગની સરખામણીએ ટૂંકો ડીગ્રેડેશન સમય
* સંપૂર્ણપણે રિસાયકલેબલ
* રિસાઇક્લિંગ પ્રોસેસ દરમિયાન પર્યાવરણમાં હાનિકારક – રસાયણોનું ઉત્સર્જન કરતા નથી
8) લીનન બેગ – બેકરી આઇટમો માટે ઉપયોગી
9) અન્ય પ્રકારની બેગ્સ
કેનવાસ બેગ્સ, ડેનિમ બેગ્સ, ક્રોચેટ બેગ્સ
10) સિન્થેટિક પ્લાસ્ટિક બેગ્સ
i) નાયલોન બેગ (સિન્થેટિક પ્લાસ્ટિક બેગ)
* નાયલોન પ્લાસ્ટિક ક્રૂડ ઓઇલમાંથી મેળવવામાં આવે છે.
* રીયુઝેબલ બેગ્સ બનાવી શકાય છે.
* ટકાઉ, મજબૂત અને વજનમાં હલકા
* સરળતાથી ફોલ્ડ કે કલર કરી શકાય તેવા
* વોટર રેઝિસ્ટન્ટ
* ફેબ્રિકમાં સિલ્કના વિકલ્પ તરીકે ઉપયોગી
* પોલીથીન બેગની બનાવટમાં અને અન્ય રીતે સરખામણીએ ઓછું પ્રદૂષણ ફેલાવે છે.
* લાંબા સમય સુધી અને લેન્ડફિલ સાઈટ્સથી દુર ઉપયોગ કરવામાં આવે તો પોલીથીન બેગનો વિકલ્પ બની શકે છે.
ii) પોલિએસ્ટર બેગ્સ (સિન્થેટિક પ્લાસ્ટિક બેગ)
* પોલિએસ્ટર પેટ્રોલિયમમાંથી મેળવવામાં આવે છે.
* પોલિએસ્ટર બેગ્સ વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી છે.
* પોર્ટેબલ શોપિંગ બેગ માટે સૌથી સારો વિકલ્પ
* અન્ય પ્લાસ્ટિકની સરખામણીમાં વજનમાં હલકું, પાતળું અને ટકાઉ
* બનાવટ દરમિયાન સૌથી ઓછું પ્રદૂષણ ફેલાવતું પ્લાસ્ટિક
શા માટે પ્લાસ્ટિક બેગ્સના આ વિકલ્પો ફાયદારૂપ છે ?
* જમીન અને પાણીને ઓછું પ્રદૂષિત કરે છે.
* ઓછું કાર્બન ઉત્સર્જન કરે છે.
* વન્યજીવોને નુકસાન પહોચાડતા નથી.
* કિંમતમાં સસ્તાં
* વધારે ટકાઉપણું (સસ્ટેનેબલ)
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.