News Continuous Bureau | Mumbai
World Intellectual Property Day : બૌદ્ધિક મિલ્કત એટલે માનવીની વિચારશક્તિ દ્વારા રચાયેલા યુક્તિઓ, શોધો, સાહિત્ય, સંગીત, ચિત્રો, બ્રાન્ડ નામો, લોગો વગેરે જેને કાયદેસર હક આપવા વિશ્વ બૌદ્ધિક મિલ્કત સંસ્થા (WIPO-World Intellectual Property Organization) દ્વારા પ્રથમ વખત આ દિવસ ૨૦૦૦માં ઊજવવામાં આવ્યો હતો. વિશ્વ બૌદ્ધિક સંપદા સંસ્થા વિશે વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન (WIPO) એ સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સી છે જે નવી શોધો અને કલાના કાર્યોને પ્રોત્સાહન આપે છે.
વર્ષ ૨૦૦૦માં ‘સમગ્ર વિશ્વમાં રોજિંદા જીવનમાં નવીનતા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવામાં બૌદ્ધિક સંપદા અધિકારોની પેટન્ટ, કોપીરાઈટ, ટ્રેડમાર્ક અને ડિઝાઇનની ભૂમિકા અંગે જાગૃતિ લાવવા માટે આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી.
સમાજના વિકાસમાં સર્જકો દ્વારા આપવામાં આવેલા યોગદાનને પ્રોત્સાહન આપવું. તે સંયુક્ત રાષ્ટ્રની સૌથી જૂની એજન્સીઓમાંની એક છે. WIPO એ સંયુક્ત રાષ્ટ્રની ૧૫ વિશેષ એજન્સીઓમાંની એક છે. તેનું મુખ્ય મથક જીનીવા, સ્વિટ્ઝર્લેન્ડમાં છે અને તેની સ્થાપના ૧૪ જુલાઈ-૧૯૬૭ના રોજ થઈ હતી. WIPO બૌદ્ધિક સંપદા માહિતી માટે વિશ્વસનીય વૈશ્વિક સંદર્ભ સ્ત્રોત તરીકે સેવા આપે છે. ભારત WIPOનું સભ્ય છે અને WIPO દ્વારા સંચાલિત અનેક સંધિઓનો પક્ષકાર છે.
નોંધનીય છે કે, વ્યક્તિગત મિલકત એ વ્યક્તિની માલિકીની અને કબજામાં રહેલી ભૌતિક મિલકત છે. વાસ્તવિક મિલકત જમીન અને ઇમારતો છે’ બૌદ્ધિક સંપત્તિ વિચારોના સ્વરૂપમાં છે.
આ સમાચાર પણ વાંચો: Savarkar defamation case: સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપ્યો ઠપકો,કહ્યું- સ્વતંત્રતા સેનાની વીર સાવરકર પર આવું નિવેદન અસ્વીકાર્ય, જો ફરીથી આવું નિવેદન આપશો તો..
બૌદ્ધિક સંપત્તિના મુખ્ય ચાર પ્રકાર છે:-
(૧) પેટન્ટ કાર્યાત્મક ઉત્પાદનો અને/અથવા તેમને બનાવવા માટેની પ્રક્રિયાઓને આવરી લે છે;
(૨) ડિઝાઇન ઉત્પાદનોના દેખાવને આવરી લે છે;
(૩) ટ્રેડમાર્ક વાણિજ્યમાં વપરાતા નામોને આવરી લે છે;
(૪) કોપિરાઇટ કલાત્મક સામગ્રીને આવરી લે છે.
કોઇ વ્યક્તિ કે સંસ્થા સંગઠન દ્વારા કરવામાં આવેલા કોઈપણ સર્જન, સંગીત, સાહિત્યિક કૃતિ, કલા, શોધ, નામ અથવા ડિઝાઇન વગેરેને તે વ્યક્તિ અથવા સંસ્થાની ‘બૌદ્ધિક સંપત્તિ’ કહેવામાં આવે છે. આ રચનાઓ સંશોધન પર જે-તે વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા મેળવેલા અધિકારોને ‘બૌદ્ધિક સંપદા અધિકાર’ કહેવામાં આવે છે. નવીન અને સર્જનાત્મક સંભવિતતા WTOની બૌદ્ધિક સંપદા સિસ્ટમ હેઠળ સુરક્ષિત છે.