દર વર્ષે 10 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય કઠોળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રથમ વખત આ દિવસ 2016 માં ઉજવવામાં આવ્યો હતો, ત્યારબાદ વર્ષ 2019માં 10 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય કઠોળ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. વિશ્વ કઠોળ દિવસની ઉજવણી પાછળનો હેતુ જમીનની ઉત્પાદકતા અને કઠોળની ઉત્પાદકતા, ખેતી પ્રણાલીમાં સ્થિતિસ્થાપકતા, ખેડૂતો માટે સારું જીવન અને યોગ્ય ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે.