World Thalassemia Day 2025: આજે છે વિશ્વ થેલેસેમિયા દિવસ.. આ જીવલેણ બીમારીના નિવારણ માટે કામગીરી કરતી સંસ્થા એટલે ‘ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી’

World Thalassemia Day 2025: દેશમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી થેલેસેમિયા અને સિકલ સેલ પ્રિવેન્શન સહિત આરોગ્ય અને માનવતાવાદી સેવા ક્ષેત્રે વર્ષોથી નોંધપાત્ર કામગીરી કરીને પોતાનું પ્રદાન આપતી રહી છે.

  News Continuous Bureau | Mumbai

World Thalassemia Day 2025:

Join Our WhatsApp Community

માનવતાવાદી સેવા અને વિશ્વ શાંતિના ધ્યેયમંત્ર સાથે હેનરી ડયુનાન્ટે રેડ ક્રોસ સંસ્થાની સ્થાપના કરી હતી. હેનરી ડયુનાન્ટના જન્મદિવસ 8મી મે ને વિશ્વભરમાં ‘વિશ્વ રેડ ક્રોસ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ જ દિવસે ‘વિશ્વ થેલેસેમિયા દિવસ’ની ઉજવણી પણ કરવામાં આવે છે. 

આ વર્ષે ‘વિશ્વ થેલેસેમિયા દિવસ’ની થીમ ‘ થેલેસેમિયા સામે એક થઈએ : સમુદાયોને સાથે લાવીએ અને દર્દીને પ્રાથમિકતા આપીએ’ (‘Together for Thalassaemia: Uniting Communities, Prioritising Patients’) છે.

દેશમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી થેલેસેમિયા અને  સિકલ સેલ પ્રિવેન્શન સહિત આરોગ્ય અને માનવતાવાદી સેવા ક્ષેત્રે વર્ષોથી નોંધપાત્ર કામગીરી કરીને પોતાનું પ્રદાન આપતી રહી છે.

 ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાતનો ‘થેલેસેમિયા અને સિકલ સેલ પ્રિવેન્શન પ્રોગ્રામ’ વ્યાપની દૃષ્ટિએ માત્ર ભારત નહીં સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયામાં પહેલો મોટો પ્રોગ્રામ છે. 

લોહીની ગંભીર બિમારી- થેલેસેમિયા અને સિકલ સેલ સામે રેડ ક્રોસ, ગુજરાત સંસ્થા જંગે ચડી છે અને રાજ્ય સરકારના સહયોગથી ઠોસ કામગીરી કરી રહી છે.   

આ સમાચાર પણ વાંચો :  World Earth Day : આજે 22 એપ્રિલ, વિશ્વ પૃથ્વી દિવસ.. પ્રથમ વખત ‘આ’ વર્ષમાં થઇ હતી ઉજવણી..

World Thalassemia Day 2025: દેશમાં થેલેસેમિયા અને સિકલ સેલની સ્થિતિ

ભારત દુનિયાનો સૌથી મોટો થેલેસેમિયા મેજરથી અસરગ્રસ્ત લોકો ધરાવતો દેશ કહેવાય છે. 

લગભગ ૧ થી ૧.૫ લાખ બાળકો થેલેસેમિયા મેજર અને લગભગ સવા ચાર કરોડ લોકો થેલેસેમિયા માઇનોરના લક્ષણ ધરાવે છે. 

ભારતમાં દર વર્ષે આશરે ૧૦ થી ૧૫ હજાર જેટલા થેલેસેમિયા મેજર બાળકો જન્મે છે. 

ભારતમાં સિકલ સેલ પણ એક વ્યાપક રોગ છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળ જેવા કેટલાક પ્રદેશોમાં કેટલાક સમુદાયોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. સિકલ સેલ જિનનું કેરિયર પ્રમાણ ૧% થી ૩૫% સુધી હોય છે, તેથી અનેક લોકોને સિકલ સેલ રોગ હોય છે.

World Thalassemia Day 2025 The organization working for the prevention of this deadly disease is the ‘Indian Red Cross Society’.

World Thalassemia Day 2025: શું છે થેલેસેમિયા અને સીકલ સેલ રોગ ?

થેલેસેમિયા અને સીકલ સેલ રોગ ‘હિમોગ્લોબિનોપથીઝ’ તરીકે ઓળખાય છે. આ બંને રોગ લોહીના રક્તકણોને લગતી સમસ્યા સર્જે છે. થેલેસેમિયા અને સીકલ સેલ રોગ એક પ્રકારે જીનેટીક ડિસઓર્ડર છે જે લોહીમાં રહેલા હિમોગ્લોબિનના સ્ટ્રક્ચર અને પ્રોડક્શનને નકારાત્મક અસર કરે છે.

World Thalassemia Day 2025: રેડ ક્રોસ ગુજરાતનો ‘થેલેસેમિયા અને સિકલ સેલ પ્રિવેન્શન પ્રોગ્રામ’

ગુજરાતના નાગરિકોમાં થેલેસેમિયા અને સિકલ સેલ જેવી હેમોગ્લોબિનોપથીઝને નાબૂદ કરવા માટે રેડ ક્રોસે ૨૦૦૪માં ‘થેલેસેમિયા અને સિકલ સેલ પ્રિવેન્શન પ્રોગ્રામ’ શરૂ કર્યો હતો. 

આ પ્રોગ્રામ દેશની અન્ય આરોગ્ય સુરક્ષા સંસ્થાઓ માટે પણ પ્રેરણાસ્રોત બની ગયો છે. ગુજરાતની રેડ ક્રોસની આ કામગીરીએ અનેક રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય સ્તરના બહુમાન પ્રાપ્ત કર્યા છે. 

World Thalassemia Day 2025: ‘થેલેસેમિયા અને સિકલ સેલ પ્રિવેન્શન પ્રોગ્રામ’ની કામગીરી ત્રણ તબક્કામાં કરવામાં આવે છે:

૧. પ્રિમેરિટલ સ્ક્રિનિંગ (Pre-marital Screening Programme)

૨. હાઇ રિસ્ક સમુદાય સ્ક્રિનિંગ (High Risk Community Screening)

૩. અંતરગર્ભીય સ્ક્રિનિંગ અને પ્રિ-નેટલ ડાયગ્નોસિસ (Antenatal Screening and Prenatal Diagnosis Project)

World Thalassemia Day 2025: પ્રિમેરિટલ સ્ક્રિનિંગ પ્રોગ્રામ

ગુજરાત રેડ ક્રોસ વિવિધ કોલેજો અને શાળાઓમાં થેલેસેમિયા સ્ક્રિનિંગ કેમ્પ આયોજિત કરે છે, જેમાં વિદ્યાર્થીઓનું સસ્તા દરે સ્ક્રિનિંગ કરવામાં આવે છે. 

૨૦૦૪થી ૨૦૨૫ સુધી, ગુજરાતની ૪૫ યુનિવર્સિટીઓ આ કાર્યક્રમમાં જોડાઇ છે. કુલ ૪૦,૭૨,૭૩૮ વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ થયું છે.   

થેલેસેમિયા માઇનર વિદ્યાર્થિઓની સંખ્યા ૧,૭૩,૦૦૬ (૪.૨૫%); સિકલ સેલ ટ્રેટ ધરાવતા વિદ્યાર્થીઓની  સંખ્યા ૧,૬૭,૮૧૯ (૪.૧૨%) અને નોર્મલ વિદ્યાર્થીઓની સંખ્યા ૩૫,૬૮,૪૨૯ છે. 

આ સમાચાર પણ વાંચો : World Homoeopathy Day : આજે છે વિશ્વ હોમિયોપેથી ડે, હોમિયોપેથીના સ્થાપક ડો. હેનેમેનના જન્મદિવસની યાદમાં મનાવવામાં આવે છે આ દિવસ…

World Thalassemia Day 2025: હાઇ રિસ્ક ધરાવતા સમાજના લોકોનું સ્ક્રિનિંગ  

થેલેસેમિયા અને સિકલ સેલ રોગોવાળા હાઇ રિસ્ક સમુદાયો માટે રેડ ક્રોસ ખાસ સ્ક્રિનિંગ કાર્યક્રમ ચલાવે છે. 

‘સેફ મેરેજ’ની પ્રેક્ટિસને પ્રોત્સાહિત કરવાનો આ પ્રોગ્રામનું મુખ્ય ઉદ્દેશ્ય છે. આનો અર્થ એ છે કે લગ્ન  પહેલાં, ઓછામાં ઓછો એક પક્ષ કેરિયર ન હોય તેની ખાતરી કરવામાં આવે છે. 

ગુજરાતના કેટલાક સમુદાયોની સંસ્થાઓ જેમ કે ખારવા સમાજ (પોરબંદર), લોહાણા મહાજન પરિષદ (સમગ્ર ગુજરાત), કચ્છી ભાનુશાળી સેવા સમાજ, સિંધિ સમાજ (અમદાવાદ), લેઉવા પાટીદાર સમાજ (સુરત) આ પ્રોગ્રામની સહયોગી છે.

અત્યાર સુધીમાં ૧,૨૧,૧૭૨ યુવાનોનું સ્ક્રિનિંગ થયું છે તેમાં ૧૪% થી ૧૭% યુવાનો થેલેસેમિયા અથવા સિકલ સેલ પોઝિટિવ જોવા મળ્યા છે.

 

World Thalassemia Day 2025: અંતરગર્ભીય સ્ક્રિનિંગ અને પ્રિ-નેટલ ડાયગ્નોસિસ પ્રોજેક્ટ

૨૦૧૦માં ગુજરાત રેડ ક્રોસે અંતરગર્ભીય અને પ્રિ-નેટલ ડાયગ્નોસિસ પ્રોજેક્ટ શરૂ કર્યો, જેમાં ગર્ભવતી મહિલાઓનું થેલેસેમિયા અને સિકલ સેલ માટે સ્ક્રિનિંગ થાય છે. 

જ્યારે ગર્ભવતી મહિલાઓ OPDમાં પ્રથમ વખત આવે છે, ત્યારે તેમનું સ્ક્રિનિંગ કરવામાં આવે છે. જો તેઓ કેરિયર હોય, તો તેમના પતિનું પણ સ્ક્રિનિંગ કરવામાં આવે છે.

 જો બંને પતિ-પત્ની કેરિયર હોય, તો તેમને પ્રિ-નેટલ ડાયગ્નોસિસ (PND) માટે માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી શિશુમાં થેલેસેમિયા મેજર કે સિકલ સેલ રોગ હોવાની શક્યતા જાણી શકાય છે. 

આ પ્રોગ્રામ દ્વારા દર્દીઓ અને દંપત્તિઓને જિનેટિક રોગો અંગે કાઉન્સેલિંગ આપવામાં આવે છે, જેથી તેઓને રોગની સ્થિતિ વિશે સમજ અને માર્ગદર્શન મળે.

૨૦૧૦- ૨૦૨૫ સુધીમાં ૯,૭૭,૦૬૭ ગર્ભવતી મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે જેમાંથી પોઝિટિવ ગર્ભવતી મહિલાઓનીં સંખ્યા ૫૩,૨૩૦ છે અને ૪૨,૨૦૫ પતિઓનું સ્ક્રિનિંગ થયું છે. 

૨૬૫૯ કિસ્સામાં પ્રિ-નેટલ ડાયગ્નોસિસ કરાતાં ૬૧૩ જેટલા થેલેસેમિક બાળકોના જન્મને રોકવામાં આવ્યા છે, જે આ પ્રોજેક્ટની નોંધપાત્ર સિદ્ધિ છે. 

 

‘રેડક્રોસ’ ગુજરાતના ચેરમેન શ્રી અજય પટેલે જણાવ્યું હતું કે, “સમગ્ર ગુજરાતમાં થેલેસેમિયા અને સિકલ સેલ રોગો અંગે અવરનેસ વધારવામાં પણ રેડ ક્રોસનું મોટું યોગદાન છે. 

ગુજરાત રેડ ક્રોસ આ પ્રોગ્રામને વધુ આગળ વધારવા માટે સક્રિયપણે કાર્યરત છે. હાઇ રિસ્ક સમુદાયોને જોડીને, નવા વિસ્તારમાં જાગૃતિ અભિયાન શરૂ કરવાં અને ગર્ભવતી મહિલાઓ માટે વધુ સક્ષમ પ્રિ-નેટલ ડાયગ્નોસિસ સુવિધાઓ વિકસાવવાની નેમ સંસ્થાએ રાખી છે.”

‘થેલેસેમિયા મુક્ત ગુજરાત’ બનાવવા અને સિકલ સેલના નિવારણ માટે ગુજરાત રેડ ક્રોસના ઉપયુક્ત પ્રયાસો અવેરનેસ અને પ્રિવેન્શનના સ્તરે મહત્ત્વના રહ્યા છે, જે ગુજરાત માટે ગૌરવની બાબત છે.

સન્માન

રાજ્યમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચના જનરલ સેક્રેટરી શ્રી પ્રકાશ પરમારને આગામી ૧૩મી મેના રોજ નવી દિલ્હી ખાતે યોજાનાર સંસ્થાની સાધારણ સભામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી.નડ્ડાજીના હસ્તે ‘એમ્પ્લોઈ ઓફ ધ યર ૨૦૨૨-૨૩’ એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Matcha Tea: માચા ટી માત્ર તાજગી નહીં, પણ શરીરને રોગોથી બચાવતી કુદરતી ઢાલ છે, જાણો રિસર્ચ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Hormonal Balance Breakfasts for Women: સવારના નાસ્તામાં આ હેલ્ધી વિકલ્પો કરો સામેલ,મહિલાઓના હોર્મોનલ બેલેન્સ અને ઊર્જા માટે છે શ્રેષ્ઠ
Vitamin B12 Deficiency: જો તમને પણ તમારા શરીર માં આ લક્ષણો દેખાય તો સમજી જજો કે બી 12 ની છે ઉણપ, જાણો કેવી રીતે કરશો ઓળખ
Pneumonia Symptoms: ઉધરસ-તાવ સાથે જો આ લક્ષણો દેખાય તો થઈ જાવ સાવધાન, હોઈ શકે છે નિમોનિયાનો સંકેત
Exit mobile version