News Continuous Bureau | Mumbai
Vastu Shastra : ઘરનો મુખ્ય દરવાજો સુખનું દ્વાર માનવામાં આવે છે. અહીંથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.અહીંથી ઘરમાં સુખ-સમૃદ્ધિ(happiness) આવે છે. આ જગ્યાએથી ઘરમાં રહેતા લોકોનું ભાગ્ય નક્કી થાય છે.જો મુખ્ય દરવાજો(main gate) બરાબર ન હોય તો ઘરમાં ક્યારેય સુખ-સુવિધા નથી આવી શકતી.ઘરના મુખ્ય દરવાજાને શુભ અને સંપૂર્ણ રાખવા માટે તમામ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુઓને યોગ્ય રીતે લાગુ કરવામાં આવે તો ઘણો ફાયદો થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે ઘરના મુખ્ય દરવાજા પર કઈ શુભ વસ્તુઓ રાખવી જોઈએ.
1. ગણેશજી
તમારે ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની(Ganpati sthapana) સ્થાપના કરવી જોઈએ. જો કે ગણેશજીને બહારની જગ્યાએ મૂકવાને બદલની મેઇન ડોરની (Main door)ઉપરની બાજુ લગાવો. ગણેશજીની પીઠની બાજુ ગરીબી છે અને પેટની બાજુમાં સમૃદ્ધિ છે. તેથી જ્યારે પણ ગણેશજીને મુખ્ય દરવાજા પર બિરાજમાન કરવામાં આવે ત્યારે તેને અંદર મુકો.. તેને બહાર લગાવવાથી ઘરમાં પૈસાની કમી રહે છે અને ગરીબી વધે છે. તેને અંદરની તરફ લગાવવાથી અવરોધોનો નાશ થશે અને દરેક કાર્યમાં સફળતા મળશે.
2. મંગલ કલશ
કલશ એટલે સમૃદ્ધિ. તે શુક્ર અને ચંદ્રનું પ્રતીક છે. કલશની સ્થાપના મુખ્યત્વે બે જગ્યાએ કરી શકાય છે. પૂજા સ્થાન (poojha sthan)અને મુખ્ય દરવાજા પર. (main door)મુખ્ય દરવાજા પર મૂકવામાં આવેલ કલશનું મુખ પહોળું અને ખુલ્લું હોવું જોઈએ.તેમાં પાણી અને થોડીક ફૂલની પાંદડીઓ નાખો.મુખ્ય દરવાજા પર પાણીથી ભરેલો કલશ રાખવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી.
3. સ્વસ્તિક
લાલ અને વાદળી સ્વસ્તિક વિશેષ પ્રભાવશાળી માનવામાં આવે છે. ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ લાલ સ્વસ્તિક (red swastik)બનાવો. સ્વસ્તિક લગાવવાથી ઘરની વાસ્તુ અને દિશા દોષ દૂર થાય છે. મુખ્ય દરવાજાની ઉપર વાદળી રંગનું સ્વસ્તિક મધ્યમાં રાખવાથી ઘરના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે.
4. લક્ષ્મીજીના ચરણ
ઘરના મુખ્ય દ્વાર પર દેવી લક્ષ્મીના પગના (Laxmiji legs)નિશાન લગાવવા પણ શુભ માનવામાં આવે છે. આ સાથે સવારે ઘરના મુખ્ય દ્વાર પર લોટથી રંગોળી (rangoli)બનાવો. જો આ દરરોજ કરવું શક્ય ન હોય તો અઠવાડિયામાં એકવાર આ કામ કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
5. તોરણ
વાસ્તુ અનુસાર(Vastu Shastra) ઘરના મુખ્ય દ્વાર પર તોરણ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ તોરણ આંબા, અશોક કે પીપળાના પાનનું બનેલું હોવું જોઈએ. એવું માનવામાં આવે છે કે તોરણ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
આ સમાચાર પણ વાંચો : આજે તારીખ – ૦૮-૦૬-૨૦૨૨ – રાશિ પ્રમાણે કેવો રહેશે આજનો તમારો દિવસ જાણો આપનું આજનું રાશિફળ