News Continuous Bureau | Mumbai
Dharmaranya Pindvedi: ધર્મારણ્ય પિંડવેદી પર ત્રિપિંડી શ્રાદ્ધનું વિશેષ મહત્વ છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે મહાભારત યુદ્ધ બાદ ધર્મરાજ યુધિષ્ઠિરે અહીં પિંડદાન કરીને મૃત્યુ પામેલા પિતૃઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. માન્યતા છે કે અહીં કરાયેલ ત્રિપિંડી શ્રાદ્ધ થી પ્રેતબાધા અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. પિતૃપક્ષના અવસરે દેશ-વિદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ બોધગયા પહોંચે છે.
બોધગયા મંદિર પરિસરમાં પિંડદાન માટે વિશેષ વ્યવસ્થા
બોધગયા મંદિર વ્યવસ્થાપન સમિતિ (BTMC) દ્વારા મહાબોધિ મંદિર પરિસરમાં પિંડદાન અને અન્ય ધાર્મિક વિધિઓ માટે વિશાળ તૈયારી કરવામાં આવી છે. મંદિરના દક્ષિણ ભાગે આવેલ મુચલિંદ સરોવર નજીક પિંડદાન માટે નિર્ધારિત સ્થળની નિયમિત સફાઈ અને દેખરેખ રાખવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી શરૂ થતા પહેલા ખરીદો આ પવિત્ર વસ્તુઓ, ઘરમાં આવશે ખુશીઓ અને સમૃદ્ધિ
માતંગવાપી અને ધર્મારણ્યની પરંપરા
અગ્નિ પુરાણ અનુસાર માતંગવાપી પિંડદાની માટે મહત્વપૂર્ણ સ્થાન છે, જ્યાં માતંગ ઋષિએ તપસ્યા કરી હતી. અહીં શ્રદ્ધાળુઓ માતંગ કુંડમાં સ્નાન કરીને પિતૃઓનું ઉદ્ધાર કરે છે. પંચકોશી ગયા ક્ષેત્રમાં સરસ્વતી વેદી પર તર્પણ, ધર્મારણ્યમાં ત્રિપિંડી શ્રાદ્ધ અને માતંગવાપી ખાતે પિંડદાન તથા મહાબોધિ મંદિરના દર્શનની પરંપરા વર્ષોથી ચાલી આવી છે.બોધગયા સ્થિત મહાબોધિ મંદિર પરિસરમાં પિંડદાન અને ભગવાન બુદ્ધના દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી કતાર લાગે છે. ધર્મારણ્ય, માતંગવાપી અને સરસ્વતી વેદી સાથે મહાબોધિ મંદિર ખાતે પણ પિતૃઓ માટે પિંડદાન કરવામાં આવે છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
