Site icon

ચાતુર્માસ પૂર્ણ – આજથી તમામ માંગલિક કાર્યો કરી શકાશે- આ તારીખ બાદ એક મહિના સુધી રહેશે કમુરતાં

News Continuous Bureau | Mumbai

આજે દેવઉઠી એકાદશી(Devutthana ekadashi) છે. આ સમાચાર પણ વાંચો:આજે ભગવાન વિષ્ણુ(Lord Vishnu) ચાર મહિના પછી યોગ નિદ્રા(YogNindra)માંથી જાગશે. આ દિવસને હરિપ્રબોધિની એકાદશી (prabodhini ekadashi), દેવઊઠી એકાદશી પણ કહેવાય છે. આજથી લગ્ન સહિત તમામ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. આ સાથે જ 10 જુલાઈથી શરૂ થયેલા ચાતુર્માસ પણ પૂર્ણ થતા જૈનાચાર્યો, સંતોના વિહાર શરૂ થશે.

Join Our WhatsApp Community

જ્યોતિષ આશિષ રાવલના જણાવ્યાનુસાર, વિક્રમ સંવત 2079માં લગ્ન કરવા ઈચ્છુક પરિવારોને કુલ 61 મુહૂર્ત મળશે. આ મહિને લગ્ન સિઝન શરૂ થયા બાદ 16 ડિસેમ્બર સુધી શુભ મુહૂર્ત (Shubh muhurat) રહેશે, ત્યારબાદ એક મહિનો ધનારક (કમુરતાં) તરીકે ગણાશે, જેમાં માંગલિક કાર્યો નિષેધ રહેશે. અગિયારસે જૂનાગઢની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. પદ્મ પુરાણ અનુસાર, દેવઊઠી અગિયારસ મહત્વપૂર્ણ મનાય છે. આ દિવસે ઉપવાસ કરવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય એવી માન્યતા છે.

આ સમાચાર પણ વાંચો: ટ્વિટર ડાઉન- વેબ પેજ ખોલતા જ યુઝર્સને મળી રહ્યો છે આવો મેસેજ- લોકો થયા રઘવાયા

Mercury Retrograde 2025: ૯ નવેમ્બરથી બુધ વક્રી થતા આવશે મોટી મુશ્કેલીઓ! જાણો જ્યારે બુધ વક્રી થાય છે ત્યારે શું થાય છે
Today’s Horoscope : આજનો દિવસ:૮ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Gajkesari Yog 2025: ૧૦ નવેમ્બરનો શુભ સંયોગ! ગજકેસરી યોગના નિર્માણથી આ રાશિઓ પર વરસશે માતા લક્ષ્મીના ખાસ આશીર્વાદ, થશે ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૭ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version