ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૩ એપ્રિલ 2021
શુક્રવાર
દેશભરમાં કોરોના ની તકલીફ વચ્ચે અમરનાથ યાત્રા શરૂ થવાની છે. આ યાત્રા સંદર્ભે પહેલાથી આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું હતું. જોકે હવે શ્રાઈન બોર્ડે નવો નિર્ણય લીધો છે. શ્રાઈન બોર્ડ એ તત્કાળ પ્રભાવથી નવા રજીસ્ટ્રેશન બંધ કર્યા છે. પોતાના સંદેશમાં શ્રાઈન બોર્ડે જણાવ્યું કે દેશભરમાં કોરોના ની પરિસ્થિતિ બહુ ઝડપથી વણસી રહી છે. આ કારણે અત્યારે રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવે છે. તેમણે વાતની સ્પષ્ટતા નથી કરી કે હવે રજીસ્ટ્રેશન ક્યારે શરૂ થશે.
પાવનધામ કોરોના સેન્ટર મામલે જોરદાર રાજકારણ : ધરણા કર્યા ગોપાલ શેટ્ટીએ અને ઉદ્ઘાટન કર્યું અસલમ શેખે.