News Continuous Bureau | Mumbai
Astrology: જ્યોતિષ શાસ્ત્ર (Jyotish Shastra) અનુસાર વ્યક્તિના જન્મ સમયે ચંદ્ર (Moon) કુંડળીના જે ભાવમાં હોય છે, તેના આધારે પાયાનું નિર્ધારણ થાય છે. પાયા ચાર પ્રકારના હોય છે – સોનું (Gold), ચાંદી (Silver), તાંબું (Copper) અને લોખંડ (Iron). દરેક પાયાનું પોતાનું મહત્વ છે અને તે વ્યક્તિના સ્વભાવ, આરોગ્ય, ભાગ્ય અને જીવનની સમૃદ્ધિ પર અસર કરે છે
ચાંદીનો પાયો: સૌથી શુભ અને ભાગ્યશાળી
જ્યારે ચંદ્ર બીજાં, પાંચમાં કે નવમાં ભાવમાં હોય ત્યારે ચાંદીનો પાયો (Silver Element) ગણાય છે. આ પાયો સૌથી શુભ માનવામાં આવે છે. આવા બાળકો પરિવાર માટે લકી (Lucky) સાબિત થાય છે. તેઓ મહેનતી, સંતુલિત અને સામાજિક હોય છે. જીવનમાં સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે.
સોનાનો પાયો: ત્રીજા ક્રમનો શ્રેષ્ઠ પાયો
જ્યારે ચંદ્ર પ્રથમ, છઠ્ઠા કે અગિયારમાં ભાવમાં હોય ત્યારે સોનાનો પાયો (Gold Element) ગણાય છે. આ પાયામાં જન્મેલા લોકોને સફળતા માટે વધુ મહેનત કરવી પડે છે. તેઓ આરોગ્યની દ્રષ્ટિએ થોડી નબળાઈ ધરાવે છે, પણ મહેનતથી સફળતા મેળવી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Shani Sadesati: શનિ સાડેસાતી માં અચૂક કરો દશરથકૃત શનિ સ્તોત્ર, જાણો પાછળની કથા
તાંબુ અને લોખંડ: મધ્યમ અને અશુભ પાયો
તાંબાનો પાયો (Copper Element) ત્રીજા, સાતમાં કે દસમાં ભાવમાં ચંદ્ર હોય ત્યારે ગણાય છે. આ પાયામાં જન્મેલા લોકો પણ ભાગ્યશાળી હોય છે અને ઘરની સમૃદ્ધિમાં યોગદાન આપે છે. જ્યારે લોખંડનો પાયો (Iron Element) ચોથા, આઠમાં કે બારમાં ભાવમાં ચંદ્ર હોય ત્યારે ગણાય છે. આ પાયો અશુભ માનવામાં આવે છે. આવા લોકોના જીવનમાં સંઘર્ષ વધુ હોય છે, પણ મહેનતથી સફળતા મેળવી શકે છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)