Site icon

Basant Panchami 2026:જ્ઞાનની દેવીની કૃપા મેળવવાનો અદભૂત અવસર! વસંત પંચમી પર બનેલા આ ખાસ સંયોગમાં ભૂલથી પણ ન કરતા આ કામ; જાણો પૂજાની સાચી રીત

Basant Panchami 2026: વસંત પંચમીના ‘અણઝલ્યા’ મુહૂર્તમાં લગ્ન અને નવા કાર્યો માટે ઉત્તમ સંયોગ; બુધાદિત્ય અને ગજકેસરી યોગમાં પૂજા કરવાથી મળશે વિદ્યા-બુદ્ધિના આશીર્વાદ.

Basant Panchami 2026 Auspicious timings for Saraswati Puja today; Rare planetary conjunctions and puja vidhi explained.

Basant Panchami 2026 Auspicious timings for Saraswati Puja today; Rare planetary conjunctions and puja vidhi explained.

News Continuous Bureau | Mumbai

Basant Panchami 2026: આ વર્ષે વસંત પંચમી તિથિમાં કોઈ ક્ષય કે વૃદ્ધિ નથી, કારણ કે ૨૩ જાન્યુઆરીએ સૂર્યોદય પહેલા જ પાંચમ તિથિ શરૂ થઈ ગઈ છે જે આખો દિવસ અને રાત સુધી રહેશે. આજના દિવસે દેવી સરસ્વતીની આરાધનાનું વિશેષ મહત્વ છે. પૌરાણિક કથા મુજબ, બ્રહ્માજીએ આ દિવસે જ ચતુર્ભુજ દેવી સરસ્વતીની રચના કરી હતી, જેમણે વીણા વગાડીને આખી સૃષ્ટિમાં સંગીત અને વાણીનો સંચાર કર્યો હતો.વસંત પંચમીએ ભગવાન શિવ અને માતા પાર્વતીનો તિલકોત્સવ પણ થયો હતો, તેથી આ દિવસ લગ્ન માટે પણ અત્યંત શુભ ગણાય છે.

Join Our WhatsApp Community

પૂજા માટેનો શુભ મુહૂર્ત

વસંત પંચમી તિથિ: ૨૩ જાન્યુઆરી, આખો દિવસ.
પૂજાનો શ્રેષ્ઠ સમય: સવારે ૭:૧૭ થી ૧૦:૩૦ ની વચ્ચે (ચલ, લાભ અને અમૃતના શુભ ચોઘડિયામાં). આ સમય દરમિયાન મા સરસ્વતીની પૂજા-અર્ચના કરવી વિશેષ ફળદાયી માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : Parle-G Factory Mumbai: મુંબઈની હવામાંથી હવે નહીં આવે પાર્લે-જીની સુગંધ! 87 વર્ષ જૂની ઐતિહાસિક ફેક્ટરી થશે જમીનદોસ્ત; જાણો ₹3,961 કરોડનો નવો આલીશાન પ્લાન. 

પૂજા વિધિ અને જરૂરી સામગ્રી

વસ્ત્રો: સવારે સ્નાન કરીને પીળા અથવા સફેદ રંગના વસ્ત્રો પહેરો.
સ્થાપન: એક બાજઠ પર પીળું કપડું બિછાવી મા સરસ્વતીની મૂર્તિ કે છબી સ્થાપિત કરો.
પૂજન: માતાજીને હળદર, અક્ષત અને ખાસ કરીને પીળા ફૂલ અર્પણ કરો. વિદ્યાર્થીઓએ પોતાના પુસ્તકો, પેન અને કળા સાથે જોડાયેલા લોકોએ પોતાના વાદ્યયંત્રો માતાજી પાસે મૂકવા જોઈએ.
ભોગ: પૂજા પછી પીળી મીઠાઈ જેમ કે બુંદીના લાડુ, કેસરી શીરો કે માલપુઆનો ભોગ ધરાવો.
પ્રાર્થના: સરસ્વતી મંત્ર અથવા ‘ૐ ઐં સરસ્વત્યૈ નમઃ’ નો જાપ કરી જ્ઞાન અને સદબુદ્ધિ માટે પ્રાર્થના કરો.

ગ્રહોનો વિશેષ સંયોગ: દુર્લભ રાજયોગ

આ વર્ષે વસંત પંચમી પર ગ્રહોની ચાલ અત્યંત શુભ છે. મકર રાશિમાં સૂર્ય, બુધ, મંગળ અને શુક્રની હાજરીથી ‘ચતુર્ગ્રહી યોગ’ બની રહ્યો છે.
બુધાદિત્ય અને લક્ષ્મી નારાયણ યોગ: વૈભવ અને જ્ઞાનમાં વૃદ્ધિ કરશે.
રૂચક રાજયોગ: મંગળ ઉચ્ચ રાશિમાં હોવાથી શુભ ફળ આપશે.
ગજકેસરી યોગ: ચંદ્ર અને ગુરુના કેન્દ્ર ભાવમાં હોવાથી સફળતા અપાવશે. સાથે જ આજે રવિ યોગ પણ છે, જે તમામ શુભ કાર્યોમાં સિદ્ધિ અપાવે છે.

 

Today’s Horoscope : આજનો દિવસ:૨૩ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Chandra Gochar 2026: ગુરુ-ચંદ્રની યુતિથી વસંત પંચમી બનશે ખાસ! આ ભાગ્યશાળી રાશિઓ પર થશે ધન અને જ્ઞાનનો વરસાદ.
Today’s Horoscope : આજનો દિવસ:21 જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર , જાણો આપનું રાશિફળ
Exit mobile version