News Continuous Bureau | Mumbai
Chandra Grahan 2025: આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર 2025ના રોજ લાગશે. ભારતીય સમય અનુસાર રાત્રે 9:58 વાગ્યે શરૂ થઈ 1:26 વાગ્યે પૂર્ણ થશે. આ સંપૂર્ણ ચંદ્રગ્રહણ હશે, જેમાં ચંદ્રમા સંપૂર્ણપણે પૃથ્વીની છાયામાં આવી જશે અને બ્લડ મૂન તરીકે દેખાશે. આ ગ્રહણ ની કેટલાક રાશિઓ પર શુભ અસર થશે.
મિથુન રાશિ માટે લાભદાયક સમય
મિથુન રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ ખૂબ જ શુભ રહેશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. ઘરમાં મંગલ કાર્ય યોજાઈ શકે છે. જમીન અને વાહન ખરીદવાની શક્યતા છે. આવકમાં વધારો થશે અને દાંપત્ય જીવનમાં ખુશહાલી આવશે.
સિંહ રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણ બનશે આશીર્વાદરૂપ
સિંહ રાશિના લોકો માટે આ ગ્રહણ નવા યોગો લઈને આવશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે, જીવનની મુશ્કેલીઓ દૂર થશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ધનલાભના માર્ગ ખુલશે.
આ સમાચાર પણ વાંચો : Ganesh Chaturthi 2025: બપ્પા સાથે કરો આ પાંચ દેવતાઓની પૂજા, દુઃખોનો થશે નાશ
વૃશ્ચિક રાશિના જાતકોની ચમકશે કિસ્મત
વૃશ્ચિક રાશિના લોકો માટે આ ગ્રહણ શુભ પરિણામો લાવશે. નવા સ્ત્રોતો દ્વારા ધનલાભ થશે. પરિવારનો સહયોગ મળશે અને સમાજમાં માન-સન્માન વધશે. દાંપત્ય જીવન સુખમય રહેશે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)