News Continuous Bureau | Mumbai
Love Manifestation: યુનિવર્સ અને લૉ ઑફ એટ્રેક્શન માં માનતા લોકો માટે મેનિફેસ્ટેશન (Manifestation) કોઈ નવી વાત નથી. મેનિફેસ્ટેશન એ એવી પ્રક્રિયા છે જેમાં તમે જે વિચારો છો, તે હકીકત બની શકે છે. ખાસ કરીને પ્રેમ માટે મેનિફેસ્ટેશન આજ ની યુવા પેઢી માં ખૂબ લોકપ્રિય બની રહ્યું છે. જો તમારું કોઈ મનપસંદ વ્યક્તિ છે અને તમે ઈચ્છો છો કે તે તમારા જીવનમાં આવે, તો આ ટેક્નિક્સ અજમાવી શકો છો.
પિલો ટેક્નિક – તમારા સપનાને ઊંઘમાં જીવંત બનાવો
આ ટેક્નિકમાં તમારે તમારા મનપસંદ વ્યક્તિનું નામ અને કેટલીક પોઝિટિવ વાતો એક કાગળ પર લખવાની છે. પછી આ કાગળને તમારા તકીયા નીચે રાખીને ઊંઘવાનું છે. દરરોજ આ પ્રક્રિયા કરતા કરતા તમારા સબકોન્શિયસ માઇન્ડ માં આ વાતો ઘૂસી જશે અને તે હકીકત બની શકે છે.
આ સમાચાર પણ વાંચો : Sawan Dreams 2025: જો તમને પણ શ્રાવણ માસ સમય આવા સપના દેખાય તો સમજી લો કે શિવજી ની તમારા પર વિશેષ કૃપા છે.
ડાયરી અને લૉ ઑફ એઝમ્પ્શન – જેવું ઈચ્છો તેવું અનુભવો
તમારી ઈચ્છાઓને રોજ ડાયરીમાં વર્તમાન કાળમાં લખો. ઉદાહરણ તરીકે: “આજનો દિવસ સુંદર છે અને હું મારા પ્રેમ સાથે સમય વિતાવી રહ્યો છું.” લૉ ઑફ એઝમ્પ્શન (Law of Assumption) મુજબ, તમે જે ઈચ્છો છો તે પહેલેથી જ મળ્યું છે એવું અનુભવો. દરરોજ મિરર સામે ઊભા રહીને પોઝિટિવ અફર્મેશન્સ (Affirmations) બોલો અને ધ્યાન (Meditation) કરો.
369 મેનિફેસ્ટેશન ટેક્નિક – ક્રશને જીવનસાથી બનાવવાનો પાવરફુલ ફોર્મ્યુલા
આ પદ્ધતિમાં તમારે તમારી ઈચ્છાને વર્તમાન કાળમાં લખવાની છે. જેમ કે, “હું અને [નામ] ખૂબ ખુશ છીએ.” આ વાક્યને સવારે 3 વાર, બપોરે 6 વાર અને રાત્રે 9 વાર લખવું. આ નિયમિતતા તમારા મગજમાં પોઝિટિવ એનર્જી ભરે છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)