News Continuous Bureau | Mumbai
જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને મનનો કારક અને અત્યંત પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે. ચંદ્ર ભલે એક રાશિમાં માત્ર અઢી દિવસ રહે છે, પરંતુ આ ટૂંકા ગાળામાં તે વ્યક્તિના જીવનની દિશા બદલી શકે છે. 23 જાન્યુઆરી 2026, વસંત પંચમીના પવિત્ર દિવસે ચંદ્ર શનિની રાશિ કુંભમાંથી નીકળીને જ્ઞાનના કારક ગ્રહ ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે. ચંદ્રનું આ ગોચર 23 જાન્યુઆરીએ સવારે 8 વાગ્યેને 34 મિનિટે થશે. વસંત પંચમી જ્ઞાન અને કળાની દેવી માં સરસ્વતીનો દિવસ હોવાથી, આ ગોચર અમુક રાશિઓ માટે વિશેષ ફળદાયી સાબિત થશે. ચાલો જાણીએ કઈ છે એ 3 ભાગ્યશાળી રાશિઓ:
વૃષભ રાશિ (Taurus)
ચંદ્રનું ગોચર તમારા લાભ ભાવમાં થશે. વસંત પંચમી અને ત્યારબાદનો સમય તમારા માટે કરિયરમાં સુવર્ણ તકો લાવશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની પ્રશંસા થશે અને પ્રમોશન મળવાની પણ શક્યતા છે. માં સરસ્વતીની કૃપાથી સર્જનાત્મક ક્ષેત્રોમાં સફળતા મળશે અને વિદ્યાર્થીઓની એકાગ્રતામાં વધારો થશે.
આ સમાચાર પણ વાંચો : Banana Hair Mask for Silky Hair: પાકેલા કેળાથી ઘરે જ કરો હેર સ્પા; વાળને સિલ્કી અને મજબૂત બનાવવાની સૌથી સરળ અને સસ્તી રીત
વૃશ્ચિક રાશિ (Scorpio)
તમારી રાશિના પાંચમા ભાવમાં ચંદ્રનું ગોચર થશે, જે શિક્ષણ અને પ્રેમનો ભાવ ગણાય છે. આ ગોચર તમારા જ્ઞાનમાં વૃદ્ધિ કરશે અને અધૂરા કાર્યો પૂરા કરવામાં મદદરૂપ થશે. જે જાતકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેમને સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં સ્થિતિ તમારા પક્ષમાં રહેશે અને યાત્રા દ્વારા આર્થિક લાભ થવાના યોગ છે.
ધનુ રાશિ (Sagittarius)
ચંદ્રનું ભ્રમણ તમારા ચોથા ભાવમાં થશે, જે પરિવાર અને સુખ-સુવિધાનો ભાવ છે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે અને માતા-પિતા સાથેના સંબંધો મધુર બનશે. કરિયરમાં સકારાત્મક ફેરફારો આવશે. જો તમે કળા અથવા સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા છો, તો સમાજમાં તમારી ખ્યાતિ વધશે અને માં સરસ્વતીની કૃપાથી એકાગ્રતા વધતા તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરી શકશો.