ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર
ચારધામ યાત્રા માટે યાત્રાળુઓની સંખ્યાને લઈને ઉત્તરાખંડ સરકારને નૈનીતાલ હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ હવે અમર્યાદિત સંખ્યામાં યાત્રાળુઓ ચારધામની મુલાકાત લઇ શકશે.
કોર્ટે પ્રવાસીઓની સંખ્યા અનલિમિટેડ કરવાનો આદેશ આપ્યો છે. જો કે કોર્ટે આદેશ આપતા ઉત્તરાખંડ સરકારને કહ્યું કે તમામ પ્રવાસીઓ માટે મેડિકલ સંબંધિત તમામ વ્યવસ્થા પુરતી અને ઝડપી હોવી જોઈએ..
ઉલ્લેખનીય છે કે અગાઉ કોર્ટે કેદારનાથ ધામ માટે દરરોજ માત્ર 800 શ્રદ્ધાળુઓ, બદ્રીનાથ ધામ માટે 1000, ગંગોત્રી માટે 600, યમુનોત્રી માટે 400 ભક્તોને મંજૂરી આપી હતી.