ડભોડિયા હનુમાન મંદિર ગુજરાતના ગાંધીનગરથી 20 કિમીના અંતરે ખારી નદીના કિનારે ડભોડા ગામ ખાતે આવેલું છે. ડભોડીયા હનુમાનની મંદિરમાં સ્થાપિત કરેલી હનુમાનજીની પ્રતિમા દક્ષિણમુખી અને સ્વયંભુ રીતે પ્રગટ થયેલી છે. આ મંદિરનો ઇતિહાસ આશરે 1100 વર્ષ કરતા પણ વધારે જૂનો છે. આ મંદિર પર શનિવારના દિવસે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.
ડભોડિયા હનુમાન મંદિર.
