Site icon

શું તમારી કુંડળીમાં દરિદ્રતા યોગ છે? કુંડળીમાં નબળો યોગ હોય તો પ્રયત્નો સફળ નહીં થાય; આ ઉપાયોથી બધું સરળ થઈ જશે

જો વ્યક્તિની કુંડળીમાં દરિદ્ર યોગ બને છે તો તેને જીવનભર ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આવા લોકો દ્વારા કરવામાં આવેલ કાર્યો બગડે છે.

Daridra Yog in Kundli and its remedy

શું તમારી કુંડળીમાં દરિદ્રતા યોગ છે? કુંડળીમાં નબળો યોગ હોય તો પ્રયત્નો સફળ નહીં થાય; આ ઉપાયોથી બધું સરળ થઈ જશે

News Continuous Bureau | Mumbai

જ્યારે કોઈ વ્યક્તિનો જન્મ થાય છે ત્યારે તે વ્યક્તિની કુંડળીમાં ચોક્કસ યોગો રચાય છે. આ યોગો વ્યક્તિને જીવનમાં સારા કે ખરાબ પરિણામો આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિનું ભાગ્ય તેની કુંડળીમાં લખેલું હોય છે. જો વ્યક્તિના નસીબમાં સમસ્યાઓ લખેલી હોય તો તેને જીવનભર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શુભ યોગો હોય તો વ્યક્તિ જીવનમાં પ્રગતિ કરે છે અને અપાર સફળતા, ધન અને કીર્તિ મેળવે છે, પરંતુ જો અશુભ યોગો બને તો વ્યક્તિનું આખું જીવન સંઘર્ષમાં જાય છે. જ્યોતિષમાં આને દરિદ્ર યોગ કહેવામાં આવે છે.

Join Our WhatsApp Community

એવું માનવામાં આવે છે કે જો વ્યક્તિની કુંડળીમાં દરિદ્ર યોગ બને છે તો તેને જીવનભર ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આવા લોકો દ્વારા કરવામાં આવેલ કાર્યો બગડે છે. પરંતુ, જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય છે જેના ઉપયોગથી ગરીબીના યોગને દૂર કરી શકાય છે. 

દરિદ્ર યોગ ક્યારે અને કેવી રીતે રચાય છે?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ કલ્યાણકારી ગ્રહ અશુભ ગ્રહના સંપર્કમાં આવે છે ત્યારે દરિદ્ર યોગ બને છે. ગુરુ છઠ્ઠાથી બારમા ભાવમાં હોય તો પણ દરિદ્ર્ય યોગ બને છે. તેમજ જ્યારે કેન્દ્રમાં શુભ યોગ હોય અને ધનના ઘરમાં અશુભ ગ્રહ બેઠો હોય ત્યારે દરિદ્રતાનો યોગ બની શકે છે. ચંદ્રમાથી ચોથા સ્થાનમાં અશુભ ગ્રહ હોય તો પણ દરિદ્ર યોગ બને છે.

આ સમાચાર પણ વાંચો :  ભારત-રશિયા વેપાર: ક્રૂડ ઓઇલની રમત, ભારત-રશિયાએ અધધ આટલો બધો વેપાર કરી રેકોર્ડ બનાવ્યો

નબળા યોગથી બચવાના ઉપાયો

નબળો યોગ ટાળવા માટે જ્યોતિષ શાસ્ત્ર પણ કેટલાક ઉપાય જણાવે છે.

  1. જ્યોતિષીઓનું માનવું છે કે તમે કેટલાક ખાસ ઉપાય કરીને દરિદ્ર યોગની આડઅસરોથી બચી શકો છો. આ માટે ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક લગાવવું જોઈએ.
  1. ત્રણ ધાતુથી બનેલી વીંટી વચલી આંગળીમાં પહેરવી જોઈએ અથવા ત્રણ ધાતુની બનેલી કેડ/બંગડી પણ હાથ પર પહેરી શકાય છે.
  1. દરિદ્ર યોગ માટે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો.
  1. આ સિવાય દરિદ્ર યોગના વિનાશ માટે ગીતાના 11 અધ્યાયનો પાઠ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો :   ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર મળ્યા, આજથી શરૂ થઇ નવી સેવા.. આ ટેલિકોમ કંપની સાથે કરી ભાગેદારી

(નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતા પર આધારિત છે. કોઈ ઉપાય કરતા પહેલા  આ વિષય સાથે સંકળાયેલા લોકોની સલાહ અવષ્ય લો..)

 

Today’s Horoscope : આજનો દિવસ:૧૬ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Makar Sankranti Story: જ્યારે સૂર્યદેવ પોતાના જ પુત્ર શનિના ઘરે પધાર્યા! મકર સંક્રાંતિની આ કથા વાંચીને તમને સમજાશે તલ-ગોળના પ્રસાદનું સાચું મહત્વ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર સર્જાયો અદ્ભુત ‘વૃદ્ધિ યોગ’; આ 3 રાશિના જાતકોના બેંક બેલેન્સમાં થશે જંગી વધારો, લક્ષ્મીજી થશે પ્રસન્ન.
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version