Site icon

Shani Sadesati: શનિ સાડેસાતી માં અચૂક કરો દશરથકૃત શનિ સ્તોત્ર, જાણો પાછળની કથા

Shani Sadesati: શનિદેવના અશુભ પ્રભાવથી બચવા માટે દશરથકૃત શનિ સ્તોત્ર ખૂબ અસરકારક માનવામાં આવે છે

Dashrath Krit Shani Stotra Brings Relief During Shani Sadesati Read the Story Behind It

Dashrath Krit Shani Stotra Brings Relief During Shani Sadesati Read the Story Behind It

News Continuous Bureau | Mumbai

Shani Sadesati: શનિદેવને ન્યાય અને કર્મના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. શનિ સાડેસાતી અને ઢૈયા  જેવી અવસ્થાઓમાં વ્યક્તિને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા સમયમાં દશરથકૃત શનિ સ્તોત્ર નો પાઠ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમના અશુભ પ્રભાવથી રાહત મળે છે. આ સ્તોત્રનું વર્ણન પદ્મ પુરાણમાં મળે છે.

Join Our WhatsApp Community

દશરથકૃત શનિ સ્તોત્રની પૌરાણિક કથા

અયોધ્યાના રાજા દશરથને જ્યારે જાણવા મળ્યું કે શનિદેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને તેના કારણે 12 વર્ષ સુધી દુર્ભિક્ષ રહેવાની શક્યતા છે, ત્યારે તેમણે શનિદેવની સ્તુતિ કરી. શનિદેવ રાજા દશરથથી પ્રસન્ન થયા અને તેમને વરદાન આપ્યું કે જે પણ શ્રદ્ધા અને ભક્તિથી આ સ્તોત્રનો પાઠ કરશે, તેને ક્યારેય શનિદેવ પીડા નહીં આપે.

શનિદોષથી બચવા માટે દશરથકૃત શનિ સ્તોત્રનો મહિમા

શનિદેવે કહ્યું કે જે વ્યક્તિ શનિની લોહમયી પ્રતિમાની પૂજા શમી પત્રોથી કરે અને તલ મિશ્રિત અડદ -ભાત, લોખંડ, કાળી ગાય અથવા કાળો વૃષભ બ્રાહ્મણને દાન આપે, તેને શનિદોષથી મુક્તિ મળે છે. ખાસ કરીને સાડેસાતી અને ઢૈયા દરમિયાન આ સ્તોત્ર ખૂબ અસરકારક છે.

આ સમાચાર પણ વાંચો : Navpancham Rajyog: 26 ઓગસ્ટ એ બની રહ્યો છે નવપંચમ રાજયોગ, આ ત્રણ રાશિ ના જાતકોને મળશે ધનલાભ અને કારકિર્દીમાં પ્રગતિ

શનિદેવની કૃપા મેળવવા માટે શું કરવું?

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Dhanteras 2025: 18 ઓક્ટોબરે ધનતેરસ છે, પણ તે પહેલાં પણ છે ખરીદી માટે શુભ સમય, જાણો તેના વિશે અહીં
Nichabhang Rajyoga: ૧૨ મહિના બાદ બનશે ‘નીચભંગ રાજયોગ’; શુક્રદેવ ને કારણે ‘આ’ ૩ રાશિઓ પર થશે ધન-સંપત્તિનો વરસાદ
Weekly Horoscope: ૬ થી ૧૨ ઑક્ટોબર ૨૦૨૫: અનેક શુભ ગ્રહોના રાશિ પરિવર્તનને કારણે આ સપ્તાહ ખાસ; વ્યવસાય, કારકિર્દી, સ્વાસ્થ્ય અને લવ લાઈફમાં સકારાત્મક પરિવર્તન
Today’s Horoscope : આજનો દિવસ: ૬ ઓક્ટોબર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version