ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર 2021
શુક્રવાર.
દેવ દિવાળી હિંદુ પંચાંગ પ્રમાણે કારતક માસની પૂનમના રોજ ઉજવવામાં આવે છે. તેનું નામ સુચવે છે તેમ, આ દેવોની દિવાળી ગણવામાં આવે છે, માટે માણસો, કોઇ વિશેષ ઉજવણી કરતાં નથી, પરંતુ તેનું ધાર્મિક મહત્વ ઘણું છે તથા, તે દિવાળીનાં પર્વની પૂર્ણાહુતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મંદિરોમાં ભગવાન માટે છપ્પન ભોગ અન્નકૂટ ધરાવીને પૂજા અર્ચના કરવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો અને આ ખુશીમાં દેવતાઓએ દીપ પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો. ત્યારથી જ દેવોત્સવ મનાવા લાગ્યો. કહેવાય છે કે આ દિવસે બધા દેવતાગણ ગંગા ઘાટ પર દિવાળી મનાવવા આવે છે. દેવ દિવાળી ના દિવસ પર ભગવાન શિવના ભક્ત ગંગા નદીમાં પવિત્ર સ્નાન કરે છે. સાંજના સમયે ગંગા નદીના કિનારે તમામ ઘાટોની સીડીઓ, દક્ષિણી પટ પર રવિદાસ ઘાટથી લઈને રાજઘાટ સુધી, ગંગા, ગંગા અને તેના અધિષ્ઠાત્રી દેવીના સન્માનમાં એક લાખથી વધારે માટીના દીવડા પ્રગટાવે છે. આ દિવસે ગુરુનાનક જયંતિ પણ મનાવવામાં આવે છે. હિન્દૂ અને શિખ ધર્મના અનુયાયિયો દેવ દિવાળીને ધૂમધામથી મનાવે છે.
દેવ દિવાળીના દિવસે સૂર્યોદય પહેલા ગંગા સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવામાં આવે છે. કહેવાય છે કે, ગંગા સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. ગંગા સ્નાન સંભવ ન હોય તો, આ દિવસે પાણીમાં ગંગાજળ મિલાવીને સ્નાન કરવું જોઈએ. આ દિવસે ભગવાન ગણેશ, ભોલેશંકર અને ભગવાન વિષ્ણુની વિધિવત રીતે પૂજા કરવામાં આવે છે. સાંજના સમયે ફરી ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. ભોલેશંકરને ફૂલ, ઘી, નૈવૈધ અને બિલીપત્ર ચડાવામાં આવે છે.
દેવ દિવાળીની તિથિ અને શુભ મુહૂર્ત –
દેવ દિવાળીની તિથિ – 19 નવેમ્બર
દેવ દિવાળી તિથિ આરંભ – 18 નવેમ્બરે રાતે 12.02 am
દેવ દિવાળી તિથિ સમાપ્ત – 19 નવેમ્બરે બપોરે 2.39 pm