વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરને સુવર્ણ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ભક્તો આ કામમાં પોતાનો સિંહફાળો આપી રહ્યા છે. ત્યારે વધુ એક દાનવીરે અંબાજી મંદિરમાં એક કિલોથી વધુ સોનું અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને દાનમાં આપ્યું છે.
જેની કિંમત આશરે 51,54, 600 લાખ માનવામાં આવી રહી છે.
ખાસ વાત એ છે કે સોનાનું દાન માતાના ચરણોમાં ધરી આ માઈભક્તે પોતાનું નામ ગુપ્ત રાખવાની મહેચ્છા દાખવી હતી.
આ સોનું માતાજીના મંદિરને સુવર્ણમય બનાવવાના કામમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે.