ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 સપ્ટેમ્બર 2020
ભારતનાં 12 પવિત્ર જ્યોતિર્લિંગ પૈકીનાં ઉજ્જૈનમાં સ્થિત મહાકાલેશ્વર મંદિર મામલામાં સર્વોચ્ચ અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે પોતાનો ચુકાદામાં શિવલિંગને ક્ષારથી બચાવવા માટે અનેક આદેશો પસાર કર્યા છે. જેના અંતગર્ત અદાલતે કહ્યું છે કે, મંદિરના શિવલિંગ પર કોઈ પણ ભક્ત પંચામૃત ન ચઢાવે. ભક્તોએ માત્ર શુદ્ધ દૂધથી જ પૂજા કરવાની રહેશે. અદાલતે મંદિર કમિટીને કહ્યું છે કે, તે ભક્તો માટે શુદ્ધ દૂધની વ્યવસ્થા કરે અને એ પણ સુનિશ્ચિત કરે કે કોઈપણ ભક્ત શિવલિંગ પર અશુદ્ધ દૂધ કે પંચામૃત ન ચડાવે. ભસ્મ આરતીને સુધારવામાં આવે જેથી પીએચ વેલ્યૂ જળવાઈ રહે અને શિવલિંગ સુરક્ષિત રહે. શિવલિંગ પર મુંડમાલ પર ભાર ઓછો કરવામાં આવે. આ વાત પર વિચાર કરવામાં આવે કે મેટલવાળુ મુંડવાલ અનિવાર્ય છે.
અદાલતનું કહેવું છે કે દહીં, ઘી અને મધુ લેપન(રબ) કરવાથી શિવલિંગનું ધોવાણ થઈ રહ્યું છે માટે એ યોગ્ય રહેશે મર્યાદિત માત્રામાં શુદ્ધ દૂધ શિવલિંગ પર ચઢાવવામાં આવે. પુજારી તથા પંડિતો આ વાતને સુનિશ્ચિત કરે કે કોઈ પણ ભક્ત શિવલિંગને પંચામૃત કે લેપ ન લગાવે. જો કોઈ ભક્ત એવું કરતો જણાશે તો પુજારીની જવાબદારી રહેશે. ગર્ભગૃહમાં પૂજા સ્થળની 24 કલાકની રેકોર્ડિંગ કરવામાં આવશે અને 6 મહિના માટે તેને સાચવવામાં આવશે. કોઈ પણ પુજારી આ મામલાના આદેશનું ઉલ્લંઘન કરશે તો મંદિર કમિટી એક્શન લઈ શકે છે.
કોર્ટે રુડકી સીબીઆરઆઈને કહ્યું કે, તે મંદિરના સ્ટ્રક્ચર અંગે પોતાનો રિપોર્ટ આપે. ઉજ્જૈનના એસપી અને કલેક્ટરને કહેવાયું છે કે, તેઓ મંદિરના 500 મીટરના વર્તુળમાંથી દબાણો હટાવે. હકીકતમાં વડી અદાલતે આ મામલામાં આર્કિયોલોજીકલ કર્વે ઓફ ઈન્ડિયાના એક્સપર્ટ કમિટી પાસે સજેશન માંગ્યા હતા તે કેવી રીતે મંદિરના સ્ટ્રક્ચર અને શિવલિંગના ક્ષરણને રોકવામાં આવે અને શિવલિંગન સંરક્ષિત કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરુણ મિશ્રાની બેંચે પોતાના નિર્ણયમાં કહ્યું કે મંદિરની એક્સપર્ટ કમિટિની આદેશ આપ્યો છે કે તે મંદિર વિશે 15 ડિસેમ્બર 2020 સુધી રિપોર્ટ રજુ કરે કે કેવી રીતે તે મંદિરના શિવલિંગને પ્રોટેક્ટ કરી શકાય અને મંદિરના સ્ટ્રક્ચરને સંરક્ષિત કરી શકાય. કોર્ટે કહ્યું કે કમિટી દર વર્ષનો સર્વે રિપોર્ટ રજુ કરે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…