News Continuous Bureau | Mumbai
Devshayani Ekadashi 2025: દેવશયની એકાદશી હિંદુ ધર્મના મહત્વપૂર્ણ દિવસોમાંથી એક છે. આ દિવસે ભગવાન વિષ્ણુ યોગનિદ્રા માં પ્રવેશ કરે છે અને ચાતુર્માસ ની શરૂઆત થાય છે. વર્ષ 2025માં આ એકાદશી 6 જુલાઈના રોજ મનાવવામાં આવશે. આ દિવસે તુલસી સાથે જોડાયેલા કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે.
તુલસી પર ચઢાવો લાલ ચુંદડી
દેવશયની એકાદશી પર તુલસી પર લાલ રંગની ચુંદડી ચઢાવવાથી ઘરમાં શાંતિ અને દાંપત્ય જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ ઉપાયથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. ચુંદડી ચઢાવ્યા પછી તુલસીની પૂજા કરવી જરૂરી છે.
તુલસી પર બાંધો કલાવા
આ દિવસે તુલસી પર કલાવા (નારાછડી) બાંધવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જ્યારે તમારી ઈચ્છા પૂર્ણ થાય ત્યારે આ કલાવા ખોલી કોઈ પવિત્ર નદીમાં વિસર્જિત કરવો જોઈએ.
આ સમાચાર પણ વાંચો : Ketu Nakshatra Transit 2025: 6 જુલાઈ એ થશે કેતુ નું નક્ષત્ર પરિવર્તન, આ ત્રણ રાશિ ના જાતકો નું ચમકી ઉઠશે ભાગ્ય
તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો
ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ પ્રિય છે. તેથી દેવશયની એકાદશી પર તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો જોઈએ. સાથે સાથે તુલસીની 3 કે 7 વાર પરિક્રમા કરવી જોઈએ. આ ઉપાયથી જીવનની અનેક સમસ્યાઓ દૂર થાય છે. ખાસ ધ્યાન રાખવું કે આ દિવસે તુલસીના પાંદડા ન તોડવા અને તુલસી પર પાણી ન ચડાવવું, કારણ કે માતા તુલસી પણ આ દિવસે વ્રત રાખે છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
