Site icon News Continuous Bureau | Mumbai

Devshayani Ekadashi 2025: દેવશયની એકાદશી પર કરો તુલસીના આ ઉપાય, ભગવાન વિષ્ણુ આપશે આશીર્વાદ

Devshayani Ekadashi 2025: દેવશયની એકાદશી પર તુલસીના ઉપાયથી જીવનમાં આવે છે શાંતિ અને સમૃદ્ધિ

Devshayani Ekadashi Perform These things of Tulsi Rituals for Blessings of Prosperity

Devshayani Ekadashi Perform These things of Tulsi Rituals for Blessings of Prosperity

News Continuous Bureau | Mumbai

Devshayani Ekadashi 2025: દેવશયની એકાદશી હિંદુ ધર્મના મહત્વપૂર્ણ દિવસોમાંથી એક છે. આ દિવસે ભગવાન વિષ્ણુ  યોગનિદ્રા માં પ્રવેશ કરે છે અને ચાતુર્માસ ની શરૂઆત થાય છે. વર્ષ 2025માં આ એકાદશી 6 જુલાઈના રોજ મનાવવામાં આવશે. આ દિવસે તુલસી સાથે જોડાયેલા કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ  પ્રાપ્ત થાય છે.

Join Our WhatsApp Channel

તુલસી પર ચઢાવો લાલ ચુંદડી

દેવશયની એકાદશી પર તુલસી પર લાલ રંગની ચુંદડી ચઢાવવાથી ઘરમાં શાંતિ અને દાંપત્ય જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ ઉપાયથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. ચુંદડી ચઢાવ્યા પછી તુલસીની પૂજા કરવી જરૂરી છે.

તુલસી પર બાંધો કલાવા

આ દિવસે તુલસી પર કલાવા (નારાછડી) બાંધવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જ્યારે તમારી ઈચ્છા પૂર્ણ થાય ત્યારે આ કલાવા ખોલી કોઈ પવિત્ર નદીમાં વિસર્જિત  કરવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો : Ketu Nakshatra Transit 2025: 6 જુલાઈ એ થશે કેતુ નું નક્ષત્ર પરિવર્તન, આ ત્રણ રાશિ ના જાતકો નું ચમકી ઉઠશે ભાગ્ય

તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો

ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ પ્રિય છે. તેથી દેવશયની એકાદશી પર તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો જોઈએ. સાથે સાથે તુલસીની 3 કે 7 વાર પરિક્રમા કરવી જોઈએ. આ ઉપાયથી જીવનની અનેક સમસ્યાઓ દૂર થાય છે. ખાસ ધ્યાન રાખવું કે આ દિવસે તુલસીના પાંદડા ન તોડવા અને તુલસી પર પાણી ન ચડાવવું, કારણ કે માતા તુલસી પણ આ દિવસે વ્રત રાખે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version