Site icon News Continuous Bureau | Mumbai

જુઓ બદ્રીનાથ ધામ ની તાજા તસવીર અને વિડિયો. મંદિર સમિતિ દ્વારા કપાસ ખોલતા પહેલા મંદિર નો સર્વે કરાયો…

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 21એપ્રિલ 2021
બુધવાર.
     હિન્દુઓના પવિત્ર સ્થળ ચારધામની યાત્રા શરુ થવાને આરે છે. ઉત્તરાખંડમાં આવેલા ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથની યાત્રાએ જવા શ્રદ્ધાળુઓ કાગડોળે રાહ જોતાં હોય છે. જયારે પ્રસાસને આ શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તેમાટેની તૈયારીઓ શરુ કરી દીધી છે. બદ્રીનાથ ધામ ખાતે દેવસ્થાનમ પ્રબંધન બોર્ડની 15 સદસ્યોની ટીમ આજે  રવાના થઇ છે.

Join Our WhatsApp Channel

આજે રામનવમીના અવસર પર યાત્રા વ્યવસ્થાઓને સુવ્યવસ્થિત બનાવવાના હેતુથી  ટિમ બદ્રીનાથ ધામ રવાના થઈ છે.
   દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પવિત્ર સ્થાનના દર્શન કરવા જાય છે.  દેવસ્થાનમ બોર્ડની આ અગ્રીમ ટીમ બદ્રીનાથ પહોંચીને બદ્રીનાથ મંદિરના પરિસર, ધર્મશાળાઓ, તપ્ત કુંડ પરિસર, બસ ટર્મિનલ, પાણી અને વીજળીની વ્યવસ્થા તથા સાફ-સફાઈ સાથે મરમ્મત કાર્ય તેમજ યાત્રાઓની તૈયારી કરશે.

 હિમાચ્છાદિત પર્વતોની વચ્ચે આવેલા બદ્રીનાથની યાત્રાનો અનુભવ જ કંઈક અનેરો હોય છે. અખાત્રીજના પવિત્ર દિવસે વિષ્ણુ ભગવાનની મૂર્તિને જોષીમઠથી ઉપર બદ્રીનાથ સુધી વાજતે ગાજતે લઇ જવામાં આવે છે. જોકે બદ્રીનાથ ધામમાં અત્યારે વરસાદ સાથે હલકા પ્રમાણમાં હિમ વર્ષા પણ થાય છે.


   ઉલ્લેખનીય છે કે ,18 મે એ બદ્રીનાથ મંદિરના કપાટ ખુલવાના છે. ગંગોત્રી મંદિરના 15 મે એ , યમનોત્રી મંદિરના 14 મે એ અને કેદારનાથ મંદિરના કપાટ 17 મે ના દિવસે ખુલવાના છે. નવેમ્બર મહીના સુધી આ ચારે ધામોના દ્વાર શ્રદ્ધાળુઓ  માટે ખુલ્લા રહેવાના છે.

     

Sarva Pitru Amavasya 2026 સર્વપિતૃ અમાવાસ્યાએ ભૂલથી પણ ન કરો આ ભૂલો પિતૃદોષથી બચવા માટે જાણી લો મહત્વના શાસ્ત્રોક્ત નિયમો
Guru Brihaspati Nakshatra Gochar 2026 દેવગુરુ બૃહસ્પતિ કરશે નક્ષત્ર પરિવર્તન, ૮ ઓક્ટોબરથી ૩ રાશિઓ માટે શરૂ થશે પડકારજનક સમય
Today’s Horoscope : આજનો દિવસ: ૫ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Sun Transit In Libra 2026 સૂર્યનું સૌથી સંવેદનશીલ ગોચર શરૂ! આ ૫ રાશિઓ પર આવી શકે છે મુશ્કેલીઓની આંધી ધનહાનિ અને આરોગ્ય બાબતે સાવધાન
Exit mobile version