News Continuous Bureau | Mumbai
Dhanteras 2025: આ વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબર, શનિવારે ઉજવાશે. આ તહેવાર માત્ર ધન અને સમૃદ્ધિ નું પ્રતિક નથી, પણ આ વખતે તે ખાસ બની રહ્યો છે બે શુભ યોગોના સંયોગથી — બ્રહ્મ યોગ અને શિવવાસ યોગ . આ બંને યોગો સાથે મળીને ચાર રાશિઓ માટે આ ધનતેરસ ખૂબ જ શુભ સાબિત થવાની શક્યતા છે.
મેષ રાશિ – નવો આવકનો સ્ત્રોત ખુલશે
મેષ રાશિના જાતકો માટે આ ધનતેરસ નવો આશાવાદ લાવશે. રોકાયેલા પૈસા પાછા મળી શકે છે. નોકરીમાં પ્રમોશન અથવા નવી તક મળી શકે છે. વેપાર અને રોકાણ માટે પણ સમય અનુકૂળ છે.
કન્યા રાશિ – ભૌતિક સુખ અને ધનલાભ
કન્યા રાશિના જાતકો માટે આ સમય ધનલાભ અને ભૌતિક સુખ લાવશે. જૂના બાકી રહેલા પૈસા મળી શકે છે. વાહન ખરીદવા કે ઘરમાં સુધારણા માટે પણ યોગ્ય સમય છે. ઘરમાં શાંતિ અને સંતુલન રહેશે.
તુલા રાશિ – નોકરી અને કારકિર્દીમાં સફળતા
તુલા રાશિના જાતકો માટે આ ધનતેરસ નોકરી અને કારકિર્દી માટે શુભ છે. નોકરીમાં પ્રમોશન, નવી તક અથવા પગારવધારાની શક્યતા છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જીવનમાં સંતુલન આવશે.
આ સમાચાર પણ વાંચો : Coconut Breaking Ritual: શુભ કાર્ય પહેલા શા માટે વધેરવામાં આવે છે નારિયેલ ? જાણો હિંદુ પરંપરાનું શાસ્ત્રીય કારણ
ધનુ રાશિ – રોકાયેલા કામો થશે પૂર્ણ
ધનુ રાશિના જાતકો માટે આ ધનતેરસ ખાસ લાભદાયક છે. રોકાયેલા કામો પૂર્ણ થશે. નવા રોકાણ અને વ્યવસાયના અવસરો મળશે. ઘરમાં પ્રેમ અને સહકાર વધશે. માતા લક્ષ્મીની કૃપાથી ધનવૃદ્ધિ થશે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)