ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ઑક્ટોબર, 2021
શુક્રવાર
આજે દશેરાના દિવસે ભગવાન શ્રીરામચંદ્રજીએ રાવણનો વધ કર્યો અને 'અહંકાર' અને 'અનિષ્ટ'નો અંત લાવ્યો. એ બતાવે છે કે દુષ્ટતા ગમે એટલી મોટી હોય, એક દિવસ એનો અંત ચોક્કસ છે. કહેવાય છે કે રાવણ જેટલો બુદ્ધિશાળી હતો એટલો જ ઘમંડી પણ હતો. ભગવાન શ્રીરામનો જન્મ તેમના અહંકારનો નાશ કરવા માટે થયો હતો. જોકે શ્રીરામ પહેલાં પણ ચાર યોદ્ધાઓએ રાવણને યુદ્ધના મેદાનમાં હરાવી દીધા હતા.
1. ભગવાન શિવ
ધાર્મિક ગ્રંથો અનુસાર, ઘમંડી રાવણ ભગવાન શિવનો ભક્ત હતો અને તેને શિવ પાસેથી ઘણાં વરદાન મળ્યાં હતાં. એક વાર રાવણે ભગવાન શિવનું ધ્યાન કર્યું, પણ ભગવાન દેખાયા નહીં. ગુસ્સામાં તે કૈલાસ પર્વત પર પહોંચ્યો અને એને ઉપાડવાનો પ્રયત્ન કર્યો. જેથી ભગવાનનું ધ્યાન વિચલિત થાય અને તે તેની સામે આવે. પણ શિવ તો શિવ છે, તેમણે અંગૂઠો રાખીને પર્વતનું વજન પણ બમણું કરી દીધું. અંતે રાવણે પોતાની હાર સ્વીકારી અને શિવની માફી માગી. રાવણને પશ્ચાત્તાપની આગમાં સળગતા જોઈને ભગવાને પણ તેને માફ કરી દીધો.
2. બાલી
વાંદરાઓના રાજા બાલીને વરદાન મળ્યું હતું કે જે પણ તેની સાથે લડવાનો પ્રયત્ન કરશે, તેની સત્તા અડધી થઈ જશે. કહેવાય છે કે એક વાર પૂજા દરમિયાન રાવણે બાલીને યુદ્ધ માટે પડકાર ફેંક્યો હતો. રાવણની આ ક્રિયાથી બાલી ગુસ્સે થયો. આ પછી બાલીએ રાવણને ઉપાડ્યો અને તેને તેના હાથમાં દબાવ્યો અને સમુદ્રની આસપાસ ફેરવ્યો. બાલીનો ગુસ્સો જોઈને અંતે રાવણે તેની માફી માગવી પડી.
અરે વાહ, આ જગ્યા પર ઘર મળે છે માત્ર 100 રૂપિયામાં; જાણો વિગત
3. સહસ્રબાહુ
સહસ્રબાહુ અર્જુન કાર્તવીર્ય અને રાણી કૌશિકીના પુત્ર હતા. તેમને ઋષિ દત્તાત્રેય તરફથી એક હજાર ભુજાઓના આશીર્વાદ મળ્યા હતા. ધાર્મિક કથાઓ અનુસાર એક વાર સહસ્રબાહુએ પોતાની રાણીઓને ખુશ કરવા માટે નર્મદા નદીનો પ્રવાહ રોકી દીધો. આ દરમિયાન રાવણ ભગવાન શિવની પૂજામાં નદીની બીજી બાજુ બેઠો હતો. નદીનો જળપ્રવાહ બંધ થતો જોઈને રાવણ ગુસ્સે થયો અને સહસ્રબાહુ સાથે યુદ્ધ કરવા ગયો. રાવણને હરાવવા સહસ્રબાહુએ નર્મદા નદી છોડી અને રાવણની સેનાને પાણીમાં ફેંકી દીધી. આ સાથે તેણે રાવણને પણ બંદી બનાવી લીધો હતો.
4. રાજા બાલી
પ્રથમ વખત કિષ્કિન્ધા રાજા બાલીએ રાવણને હરાવ્યો. રાવણને પોતાની તાકાતનો ઘણો ગર્વ હતો. આ ઘમંડને કારણે રાજા રાવણ પાતળલોકના રાજા બાલી સાથે યુદ્ધ કરવા પહોંચી ગયો. આ દરમિયાન રાજા તેના મહેલમાં નાનાં બાળકો સાથે રમવામાં ખુશ હતો. રાવણ કંઈ કરે એ પહેલાં રાજા બાલીએ તેને ઘોડાઓ સાથે બાંધી દીધો. આ પછી રાવણ કંઈ કરી શક્યો નહિ.