શનિવારે ભૂલ માં પણ આ વસ્તુઓ નું સેવન ના કરો-શનિદેવ નો વધી શકે છે પ્રકોપ-થઇ જશો પાયમાલ

News Continuous Bureau | Mumbai

શનિદેવને નવગ્રહોમાં સૌથી આકરા ગ્રહ માનવામાં આવે છે. શનિવાર નો દિવસ(saturday) એ શનિદેવને સમર્પિત છે. જેના પર શનિની કૃપા હોય છે, તેમને ખુબ જ સુખ મળે છે. બીજી તરફ જે વ્યક્તિ પર શનિની વક્ર દ્રષ્ટિ પડે તો તેનું જીવન પાયમાલ  થઈ જાય છે. જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવવા લાગે છે. જ્યોતિષ શાસ્ત્રમાં (jyotish shastra)જણાવવામાં આવ્યું છે કે શનિવારે કઈ વસ્તુઓનું સેવન કરવું વર્જ્ય છે. ખાસ કરીને તે લોકો માટે જેમના જીવનમાં શનિદેવની સાડા સાતી ચાલી રહી છે તેમણે શનિવારે કેટલીક વસ્તુઓ ના ખાવી જોઈએ.

1. લાલ મરચું

લાલ મરચા ની પ્રકૃતિ ગરમ હોય છે અને એવું માનવામાં આવે છે કે શનિદેવને ઠંડી વસ્તુ ગમે છે. જો તમે શનિના અશુભ પ્રભાવથી છુટકારો મેળવવા માંગતા હોવ તો શનિવારે લાલ મરચા(red chilli) ના ખાવા જોઈએ.

2. લાલ દાળ

શાસ્ત્રો અનુસાર મસૂર દાળનો રંગ લાલ હોય છે. લાલ રંગ તે મંગળ ગ્રહ સાથે સંબંધિત છે. મંગળ અને શનિ બંને ગ્રહોની પ્રકૃતિ ક્રોધિત છે. એવું કહેવાય છે કે શનિવારે મસૂરની દાળ (masoor dal)ખાવાથી વ્યક્તિનો ગુસ્સો વધી શકે અને તે ગુસ્સા ને કાબુ માં નથી કરી શકતો.

3. દારૂ 

શનિને આધ્યાત્મિક દેવ છે તેમને આધ્યામિકતા વધુ પસંદ છે, આવી સ્થિતિમાં શનિવારના દિવસે શરાબનું સેવન(alcohol)  અથવા કોઈ પણ પ્રકારનો નશો કરવાથી જીવનમાં મુસીબતો આવી શકે છે.

4. દૂધ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દૂધનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. શુક્ર એ જાતીય ઈચ્છા નો કારક ગ્રહ છે, બીજી તરફ શનિ દેવ ને આધ્યાત્મિકતા પસંદ છે . આવી સ્થિતિમાં શનિવારે દૂધનું (milk)સેવન કરવાથી શનિનો પ્રકોપ થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : આ બે રાશિના જાતકો એ ભૂલ માં પણ કાળો દોરો ન પહેરવો જોઈએ- આવી શકે છે પરેશાની-જાણો કઈ રાશિ માટે કાળો દોરો શુભ છે

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *