ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
24 ઓક્ટોબર 2020
શરદ નવરાત્રીમાં કન્યા પૂજનનું ખાસ મહત્વ હોય છે. આજે અષ્ટમીની સાથે નોમની તિથિ પણ છે. ધર્મ શાસ્ત્ર અનુસાર અષ્ટમી વાળી નવમી પણ ખુબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ દિવસે ભગવાન શિવે પણ માતા સિદ્ધિદાત્રીની કૃપા મેળવવાં તેમની ઉપાસના કરી હતી. જ્યોતિષાચાર્ય અનુસાર, 24 ઓક્ટોબરના રોજ અષ્ટમીના ઉપવાસ કરવો શ્રેષ્ઠ છે. નવરાત્રીના આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. અષ્ટમી 24 તારીખે શનિવારે દિવસે 11 વાગીને 27 મિનિટ સુધી રહેશે પછી નવમી શરૂ થઈ જશે અને નવમી 25 તારીખે સવારે 11 વાગીને 14 મિનિટ સુધી રહેશે પછી દશેરા શરૂ થશે.
અષ્ટમી અને નવમી પર કન્યા પૂજન કરવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રીની પૂજા નવમી પર કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા ફક્ત આ છોકરીઓ દ્વારા પોતાની પૂજાને સ્વીકારે છે. આ કન્યાઓ સાથે બે બટુક કુમાર ગણેશ અને ભૈરવને પણ ભોજન કરાવવુ જોઈએ. તેમના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. કન્યાઓને ખીર, ચણા, પુરી વગેરે સાથે કોઈપણ ફળ આપવુ જોઈએ. સાથે જ શક્તિ મુજબ કન્યાઓને દક્ષિણા પણ આપવી જોઈએ.
ગૌરીનો ધ્યાન મંત્ર
श्वेते वृषे समारुढ़ा श्वेताम्बरधरा शुचिःमहागौरी शुभं दद्यान्महादेवप्रमोददा।
આ છે પૂર્વ વિધિ
મા શક્તિના સ્વરુપની પૂજા કરવા માટે નારિયેળ, હલવો, પુરી અને શાકનો ભોગ ધરાવવામાં આવે છે. આજના દિવસે કાળા ચણાનો પ્રસાદ વિશેષરુપે બનાવાય છે. પૂજા પછી કુંવારી કન્યાઓને ભોજન કરાવવું અને તેમનું પૂજન કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. મહાગૌરી માતા અન્નપૂર્ણા સ્વરુપ પણ છે. માટે કન્યાઓને ભોજન કરાવવું અને તેમનું પૂજન-સન્માન કરવાથી ધન, વૈભવ અને સુખ-શાંતિ મળે છે.
