આ વખતની અષ્ટમી યુક્ત નવમી વિશેષ શુભકારી, કન્યા પૂજન કરવાથી દરિદ્રતા થશે દૂર…. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

24 ઓક્ટોબર 2020 

શરદ નવરાત્રીમાં કન્યા પૂજનનું ખાસ મહત્વ હોય છે. આજે અષ્ટમીની સાથે નોમની તિથિ પણ છે. ધર્મ શાસ્ત્ર અનુસાર અષ્ટમી વાળી નવમી પણ ખુબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ દિવસે ભગવાન શિવે પણ માતા સિદ્ધિદાત્રીની કૃપા મેળવવાં તેમની ઉપાસના કરી હતી. જ્યોતિષાચાર્ય અનુસાર, 24 ઓક્ટોબરના રોજ અષ્ટમીના ઉપવાસ કરવો શ્રેષ્ઠ છે. નવરાત્રીના આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. અષ્ટમી 24 તારીખે શનિવારે દિવસે 11 વાગીને 27 મિનિટ સુધી રહેશે પછી નવમી શરૂ થઈ જશે અને નવમી 25 તારીખે સવારે 11 વાગીને 14 મિનિટ સુધી રહેશે પછી દશેરા શરૂ થશે.

અષ્ટમી અને નવમી પર કન્યા પૂજન કરવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રીની પૂજા નવમી પર કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા ફક્ત આ છોકરીઓ દ્વારા પોતાની પૂજાને સ્વીકારે છે. આ કન્યાઓ સાથે બે બટુક કુમાર ગણેશ અને ભૈરવને પણ ભોજન કરાવવુ જોઈએ. તેમના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. કન્યાઓને ખીર, ચણા, પુરી વગેરે સાથે કોઈપણ ફળ આપવુ જોઈએ. સાથે જ શક્તિ મુજબ કન્યાઓને દક્ષિણા પણ  આપવી જોઈએ.  

ગૌરીનો ધ્યાન મંત્ર

श्वेते वृषे समारुढ़ा श्वेताम्बरधरा शुचिःमहागौरी शुभं दद्यान्महादेवप्रमोददा। 

આ છે પૂર્વ વિધિ

મા શક્તિના સ્વરુપની પૂજા કરવા માટે નારિયેળ, હલવો, પુરી અને શાકનો ભોગ ધરાવવામાં આવે છે. આજના દિવસે કાળા ચણાનો પ્રસાદ વિશેષરુપે બનાવાય છે. પૂજા પછી કુંવારી કન્યાઓને ભોજન કરાવવું અને તેમનું પૂજન કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. મહાગૌરી માતા અન્નપૂર્ણા સ્વરુપ પણ છે. માટે કન્યાઓને ભોજન કરાવવું અને તેમનું પૂજન-સન્માન કરવાથી ધન, વૈભવ અને સુખ-શાંતિ મળે છે.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!