News Continuous Bureau | Mumbai
Solar Eclipse of 2025: 2025નું છેલ્લું સૂર્ય ગ્રહણ 21 સપ્ટેમ્બર, રવિવારના રોજ લાગશે. આ ગ્રહણ પિતૃપક્ષના અંતિમ દિવસે — સર્વ પિતૃ અમાવસ્યા — પર લાગશે. આ ગ્રહણ દરમિયાન સૂર્ય કન્યા રાશિ માં રહેશે, અને આ ગ્રહણનો દૃશ્ય ભાગ ભારતમાં જોવા નહીં મળે.
જ્યોતિષીય મહત્વ અને રાશિઓ પર અસર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહણ કન્યા રાશિમાં લાગશે, જેના કારણે તમામ 12 રાશિઓ પર અસર થશે. ખાસ કરીને કન્યા, મિથુન અને ધનુ રાશિના જાતકો માટે આ સમય આત્મવિશ્લેષણ અને દાન માટે અનુકૂળ રહેશે. ગ્રહણ પછી દાન કરવાથી પુણ્ય ફળ મળે છે.
સૂતક કાળ લાગુ નહીં થાય
ગ્રહણ જ્યાં દેખાય છે ત્યાં જ સૂતક કાળ માન્ય હોય છે. કારણ કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી સૂતક કાળ લાગુ નહીં થાય. મંદિરો ખુલ્લા રહેશે અને ધાર્મિક ક્રિયાઓ પર કોઈ પ્રતિબંધ નહીં હોય.
આ સમાચાર પણ વાંચો : Kendra Trikona Rajyog 2025: 30 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે કેદ્ર-ત્રિકોણ રાજયોગ, આ રાશિ ના જાતકો ને મળશે અચાનક ધન લાભ
ક્યાં દેખાશે ગ્રહણ?
આંશિક સૂર્ય ગ્રહણ ન્યૂઝીલેન્ડ, દક્ષિણ પેસિફિક અને અન્ટાર્કટિકા વિસ્તારમાં દેખાશે. ગ્રહણ 17:29 UTC પર શરૂ થશે અને 21:53 UTC સુધી ચાલશે. મહત્તમ ગ્રહણ 19:41 UTC પર થશે, જેમાં સૂર્યનો 85% ભાગ ચંદ્રના પાછળ છુપાઈ જશે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
Join Our WhatsApp Community