ભાવિકો માટે ખુશખબર: આજથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ આરતી-દર્શનનો લ્હાવો લઈ શકશે, જાણો વિગતે  

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

બુધવાર

કોરોના મહામારીને કારણે વખતો-વખતની સરકારની ગાઇડલાઈન મુજબ સોમનાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આજથી સોમનાથ મુખ્ય મંદિરમાં દર્શનનો સમય સવારે 06:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધીનો રહેશે.

હાલની ઘટતી જતી કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સરકારની ગાઈડ લાઈનની ચુસ્ત અમલવારી સાથે આજથી સોમનાથ મંદિરમાં આરતી-દર્શન માટે શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવાનો નિર્ણય સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

આ સાથે જ સોમનાથ મુખ્ય મંદિર તથા અહલ્યાબાઈ મંદિર, ભાલક્ મંદિર, શ્રીરામ મંદિર, ગીતા મંદિર, લક્ષ્‍મીનારાયણ મંદિર, ભીડીયા મંદિરમાં પણ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે. 

જોકે ચાલુ આરતીએ કોઇપણ યાત્રિક આરતીમાં તેમજ સભામંડપ કે નૃત્યમંડપમાં પણ ઉભા રહી શકશે નહીં.

દર્શન માટેના પાસ ઓનલાઇન તેમજ ઓફલાaઇન મેળવીને જ દર્શન માટે જવાનું રહેશે. 

આઇ.આઇ.ટી. પાસ કર્યા પછી બન્યા નેતા : જાણો એવા પાંચ સફળ નેતા વિશે જેમણે પોતાની તકદીર પોતે બનાવી

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More