News Continuous Bureau | Mumbai
Gayatri Mantra Meaning: ગાયત્રી મંત્ર હિંદુ ધર્મમાં સૌથી ઊંચું સ્થાન ધરાવે છે. આ મંત્ર માત્ર ધર્મિક જ નહીં, પણ માનસિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે. ઋગ્વેદ (Rigveda)ની શરૂઆત આ મંત્રથી થાય છે અને માનવામાં આવે છે કે બ્રહ્માજીએ ચાર વેદોની રચના કરતા પહેલાં આ મંત્રની રચના કરી હતી મંત્ર:ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात्।
પ્રથમ અર્થ: ત્રણ લોક અને પરમાત્માનું ધ્યાન
આ મંત્રનો પ્રથમ અર્થ છે કે આપણે ત્રણ લોક — ભૂ: (પૃથ્વી), ભુવ: (ભૌતિક જગત) અને સ્વ: (સ્વર્ગ) —માં વ્યાપેલા પરમ પ્રકાશમાન પરમાત્માનું ધ્યાન કરીએ, જે સૃષ્ટિનો સર્જક છે. તે પરમાત્મા આપણને સદ્બુદ્ધિ આપે અને જીવનને સાચી દિશા તરફ દોરી જાય.
બીજો અર્થ: દુઃખનાશક અને પાપનાશક શક્તિ
બીજા અર્થ મુજબ, આ મંત્ર દુઃખ અને પાપનો નાશ કરનાર, તેજસ્વી અને સુખદાયક પરમાત્માની તરફ દોરી જાય છે. જ્યારે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિથી આ મંત્રનો જાપ કરે છે, ત્યારે તે પોતાની અંદર એવી શક્તિ અનુભવે છે, જે તેને સત્ય અને સારા કર્મોની તરફ દોરી જાય છે.
આ સમાચાર પણ વાંચો : Labh Panchami 2025: દિવાળીના પાંચમા દિવસે મનાવાય છે લાભ પંચમી,જાણો પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
ત્રીજો અર્થ: દરેક શબ્દની ઊંડાણભરી વ્યાખ્યા
આ મંત્રના દરેક શબ્દમાં દિવ્ય અર્થ છુપાયેલો છે — “ॐ” સર્વરક્ષક પરમાત્માનું પ્રતીક છે, “ભૂ:” પ્રાણશક્તિ, “ભુવ:” દુઃખનાશક, “સ્વ:” સુખનું સ્વરૂપ. “તત્સવિતુર્વરેણ્યં” પરમ પ્રકાશક શક્તિ, “ભર્ગો” શુદ્ધ વિજ્ઞાન, “દેવસ્ય” દેવતાઓનું, “ધીમહિ” ધ્યાન કરીએ અને “ધિયો યો ન: પ્રચોદયાત્” — તે પરમાત્મા અમારી બુદ્ધિને સારા કાર્યમાં પ્રેરણા આપે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)